દુષ્કર્મ કેસ : દીકરીની અંતિમવિધિના બીજા દિવસે ન્યાયની માગ સાથે રૅલી

11 January, 2020 09:36 AM IST  |  Himatnagar

દુષ્કર્મ કેસ : દીકરીની અંતિમવિધિના બીજા દિવસે ન્યાયની માગ સાથે રૅલી

પ્રતીકાત્મક તસવીર

ગયા રવિવારે સાયરાની કૉલેજિયન યુવતીની લટકતી લાશ મળી હતી. આ મામલે ૪ શખ્સ સામે દુષ્કર્મ અને હત્યા સહિત એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે. યુવતીની અંતિમવિધિ કરાઈ હતી. ત્યારે સાબરકાંઠાના ઈડરમાં જસ્ટિસ ફૉર કાજલની માગ સાથે અનુસૂચિત જાતિના લોકોએ મોટી સંખ્યામાં રૅલી યોજી હતી. આરોપીઓને ફાંસી આપોના નારા લગાવી રૅલી બાદ આરોપીઓને સખત સજાની માગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું. યુવતીના હત્યારા અને દુષ્કર્મીઓને સજા કરાવવા માટે અરવલ્લી, અમદાવાદ અને સાબરકાંઠામાં કૅન્ડલ માર્ચ અને રૅલીઓ યોજાઈ છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાયરાની દીકરીના ન્યાય માટે રૅલી નીકળી હતી. ઇડરિયા ગઢ તરફથી જૈનાચાર્ય રજન માર્ગથી રૅલી નીકળી હતી. રૅલીમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો જોડાયા હતા. બેનરો સાથે આરોપીઓને ફાંસી આપોના નારા સાથે રૅલી યોજાઈ હતી.

સોશ્યલ મીડિયા પર પોલીસ સામે આક્રોશ ૯૦,૦૦૦થી વધુ ટ્વીટ થયાં પોલીસના વિરોધમાં

આ યુવતીને ન્યાય અપાવવા માટે લોકોએ સોશ્યલ મીડિયા પર પોલીસ અને તંત્ર સામે રોષ ઠાલવ્યો. તંત્રને જગાડવા માટે લોકોએ સીએમઓથી લઈને પીએમઓ સુધી રીટ્વીટ કર્યાં. યુવતી સાથે પહેલાં ગૅન્ગ-રેપ થયો અને ત્યાર બાદ આરોપીઓએ તેની હત્યા કરીને લટકાવી દીધી હતી. દલિત અને ગરીબ હોવાથી પોલીસ પણ ફરિયાદ લેતી નથી. એથી હવે સોશ્યલ મીડિયા પર લોકો ગુજરાત પોલીસ સામે રોષ ઠાલવી રહ્યા છે. ટ્વિટર પર #JusticeForKajal ટ્રે઼ડિંગમાં છે. અત્યાર સુધી ૯૦ હજારથી વધુ ટ્વીટ થયાં છે. જે યુવતી આવી રીતે સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો ભોગ બને છે ત્યારે દેશભરના લોકો તેને ન્યાય અપાવવા માટે સોશ્યલ મીડિયા રોષ વ્યક્ત કરે છે.

યુવતીએ જાતે જ ગળે ફાંસો ખાધો હોવાનું પીએમમાં તારણ

યુવતીએ જાતે જ ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું છે. પોલીસ હવે મરનારના વજાઇનલ સ્વૅબ અને બ્લડના ફૉરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે જેમાં તેના પર ખરેખર ગૅન્ગ-રેપ થયો હતો કે કેમ એની ચોક્કસ ખબર પડી જશે.

આ પણ વાંચો : CAAને સમર્થન આપતો પ્રસ્તાવ ગુજરાત વિધાનસભામાં મંજૂર થયો

ગુનેગારોને જાહેરમાં ફાંસી આપોઃ રિતેશ દેશમુખ

જસ્ટિસ ફૉર કાજલના હૅશટૅગ સાથે સોશ્યલ મીડિયામાં લોકો ન્યાયની માગ કરી રહ્યા છે. ત્યારે બૉલીવુડ અભિનેતા રિતેશ દેશમુખે ટ્વીવટ કરીને લખ્યું છે કે ૧૯ વર્ષની યુવતીનું અપહરણ, ગૅન્ગ-રેપ, મર્ડર અને ઝાડ પર લટકાવી દીધી. તે કયા ધર્મની હતી એ ભૂલી જાઓ. તેની જ્ઞાતિ પણ ભૂલો. ગુનેગારોને જાહેરમાં ફાંસી આપો.

gujarat Crime News