કચ્છના માંડવીમાં 78 ટકા વરસાદ પડ્યો: આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

24 June, 2020 02:32 PM IST  |  Gandhinagar | Agencies

કચ્છના માંડવીમાં 78 ટકા વરસાદ પડ્યો: આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. પાંચ દિવસની વૉર્નિંગ જાહેર કરવામાં આવી છે.

  1. આવતી કાલે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની વૉર્નિંગ આપી દેવામાં આવી છે.

આગામી પાંચ દિવસ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે જ્યારે વરસાદની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળશે. રાજ્યમાં ૧૪ જૂનથી વિધિવત ચોમાસાની શરૂઆત થઈ છે. જોકે પ્રીમૉન્સૂન ઍક્ટિવિટી દરમિયાન પણ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છમાં મેઘરાજાએ જોરદાર બૅટિંગ કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ વિસ્તારોમાં ચોમાસાના એક અઠવાડિયામાં જ સીઝનનો ૩૦ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એમાં પણ સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં ૭૮ ટકા પડ્યો છે અને ત્યાર બાદ બોટાદના ગઢડામાં ૬૨.૮૭ અને અમરેલીના લિલિયામાં ૪૩ ટકા વરસાદ વરસ્યો છે. સરેરાશ સીઝનનો ૮૩૧ મિ.મી. વરસાદ નોંધાતો હોય છે. જોકે આ વખતે પ્રીમૉન્સૂન ઍક્ટિવિટીમાં અને ચોમાસાની શરૂઆતમાં રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ પડતાં સીઝનના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં ૧૧૧.૩૧ મિ.મી. વરસાદ પડ્યો છે.

gujarat gandhinagar Gujarat Rains mandvi