કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં હાર્દિક ત્રીજા ક્રમે, આપ્યું હેલિકૉપ્ટર

15 April, 2019 08:48 AM IST  |  ગુજરાત | રશ્મિન શાહ

કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં હાર્દિક ત્રીજા ક્રમે, આપ્યું હેલિકૉપ્ટર

હાર્દિક પટેલ

કૉંગ્રેસમાં જોડાયાના પહેલા જ અઠવાડિયે હાર્દિક પટેલનો સમાવેશ કૉંગ્રેસે દેશના ૪૦ સ્ટાર પ્રચારક અને એકમાત્ર ગુજરાતી પ્રચારકના લિસ્ટમાં કરી લીધો હતો, પણ હવે પ્રમોશન મળ્યું છે અને તેને સુપરસ્ટાર પ્રચારકના ક્રમમાં મૂકી દેવામાં આવ્યો છે. અત્યારે કૉંગ્રેસ પાસે બે જ સુપરસ્ટાર પ્રચારક રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી છે. આ બન્નેને હેલિકૉપ્ટર ફાળવવામાં આવ્યું છે. હવે આ લિસ્ટમાં મુકાયેલા ત્રીજા પ્રચારક હાર્દિકને પણ હેલિકૉપ્ટર ફાળવવામાં આવ્યું છે. ગઈ કાલથી હાર્દિકને એ હેલિકૉપ્ટરનો કબજો પણ મળી ગયો છે. હાર્દિકે હવે ૭ દિવસમાં ૫૭ જાહેર સભા કરવાની છે. જોકે હાર્દિકની ઇચ્છા એવી છે કે તે ૭ દિવસમાં ૭૫ સભા કરે. હાર્દિક પટેલે કહ્યું કે ‘બીજેપીને ખુલ્લી પાડવાની આવી તક મળતાં વાર લાગશે એટલે અત્યારે દિવસ-રાત ભૂલીને મારે આ જ કામ કરવું છે.’

આ પણ વાંચો : ગામમાંથી 70 ટકા મત જોઈએ, નહીં તો મંડળી બંધ કરાવીશ : મોહન કુંડારિયા

હાર્દિક પટેલને હેલિકૉપ્ટર ઉપરાંત બુલેટ-પ્રૂફ કારની પણ ઑફર કરવામાં આવી હતી, જે માટે હાર્દિકે જ ના પાડી દીધી હતી. હાર્દિકે કહ્યું હતું કે ‘હેલિકૉપ્ટરથી અંતર ઝડપથી કપાય એટલે હા પાડી છે. બાકી આવા ફૅનફતુર આપણને ફાવે નહીં. કોઈ સામી છાતીએ મારનારો પેદા થ્યો નથી અને પાછળથી ઘા આવે ત્યારે બુલેટ-પ્રૂફ ગાડાની પણ કોઈ વિસાત રહેતી નથી.’

hardik patel gujarat patidar anamat andolan samiti