Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગામમાંથી 70 ટકા મત જોઈએ, નહીં તો મંડળી બંધ કરાવીશ : મોહન કુંડારિયા

ગામમાંથી 70 ટકા મત જોઈએ, નહીં તો મંડળી બંધ કરાવીશ : મોહન કુંડારિયા

15 April, 2019 08:21 AM IST | રાજકોટ

ગામમાંથી 70 ટકા મત જોઈએ, નહીં તો મંડળી બંધ કરાવીશ : મોહન કુંડારિયા

મોહન કુંડારિયા

મોહન કુંડારિયા


રાજકોટના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાનો કથિત ઑડિયો વાઇરલ થયો છે. આ ઑડિયોમાં મોહન કુંડારિયા રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય નાનુભાઈ ડોડિયાને ધમકાવી રહ્યા છે કે જો તેમને 70 ટકા ઉપર મત નહીં મળે તો તેઓ મંડળી બંધ કરાવી દેશે. આ મુદ્દે રાજકોટના લોકસભા ઉમેદવાર લલિત કગથરા અને કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે પણ ધમકી આપી છે. 

વાઇરલ ઑડિયોમાં મોહન કુંડારિયાએ કહ્યું, નાનુભાઈ આ વખતે મને ચૂંટણીમાં કોઠારિયાના 70-૭૫ મત જોઈએ, ત્યારે નાનુ ડોડિયા કહે છે કે હવે એ તો જોવું પડે. ત્યારે મોહન કુંડારિયા કહે છે, તમે દર ચૂંટણીમાં તમે મારી ખાંડો છો. આ બધા રોડ તમારા કારણે થયા છે. બાકી જો તમે મારી સાથે આ ચૂંટણીમાં રહેવાના હોય તો જ, બાકી આ મંડળી જતી રહેશે. ત્યારે નાનુ ડોડિયા કહે છે કે સાહેબ, હું જિલ્લા પંચાયતનો સભ્ય છું, તમે ડાટી મારો મા. મારું ગામ છે અને તમે આવી રીતે ડાટી મારો મા. વ્યવસ્થિત વાત કરો.



આ પણ વાંચો : કલોલમાં અમિત શાહનો ધુંઆધાર પ્રચાર, બેઠકોનો સિલસિલો ચાલુ


મોહન કુંડારિયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે કૉંગ્રેસ પાસે એક પણ મુદ્દો નથી, ત્યારે આવી ખોટી ઑડિયો વિડિયો વાઇરલ કરે છે. મારા કાર્યકર્તાઓને જોરે હું લાખની લીડ મેળવીશ. ગત વખતે હું ૨.૫ લાખની લીડથી જીત્યો હતો આ વખતે ૩ લાખની લીડથી જીતીશ. મને આવી ઑડિયા વિડિયા વિશે કંઈ ખબર જ નથી.


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2019 08:21 AM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK