અમદાવાદમાં જાહેરનામાનો ભંગ કરનાર 130 કરતા વધુ લોકોની ધરપકડ

29 March, 2020 11:24 AM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

અમદાવાદમાં જાહેરનામાનો ભંગ કરનાર 130 કરતા વધુ લોકોની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)નો પ્રકોપ વધતો જ જાય છે. કોઈપણ રાજ્ય આ પ્રકોપથી બચી નથી શક્યું. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાય હોવા છતા જાણે અમદાવાદીઓ હજી પણ સમજતા નથી. અમદાવાદીઓ લૉકડાઉનનો ભંગ કરીને ઘરની બહાર નીકળે છે અને ભેગા થઈને મેળાવડા પણ કરે છે. યુવાનો પણ રમવા માટે ભેગા થાય છે. આવા લોકો પર અમદાવાદ પોલીસે ચાંપતી નજર રાખવાનું નક્કી કર્યુ છે. શહેરમાં જાહેરનામાનો ભંગ કરનાર 130 થી વધુ લોકોની જુદા-જુદા સ્થળેથી અમદાવાદ પોલીસે શનિવારે ધરપકડ કરી છે.

અમદાવાદ પોલીસ લૉકડાઉનનો ભંગ કરનાર સામે કમ્મર કસી છે. ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી રન્નાપાર્ક સોસાયટીમાં ભેગા થઈને ક્રિકેટ રમતા સાત લોકો વિરુધ્ધ ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. આ કિસ્સા પરથી પોલીસે લૉકડાઉનને ગંભીરતાથી ન લેનારાને ચેતવણી આપી છે.

આ પણ વાંચો: Coronavirus Outbreak: અમદાવાદમાં એક વ્યક્તિનું મૃત્યુ, મૃત્યુઆંક પાંચ

ઉપરાંત અમદાવાદના પોલીસ સ્ટેશનમાં જાહેરનામાનો ભંગ કરવાના 40થી વધુ કેસ નોંધાયા છે અને અત્યર સુધી 130થી વધુ લોકોની ધરપકડ કરી છે. અમદાવાદના સાબરમતી, રાણીપ, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખીયાલ, ઈસનપુર, પાલડી, સેટેલાઈટ, સરખેજ સહિતના અનેક વિસ્તારોમાં પણ ટોળા કરીને ઊભા રહેલા લોકો વોરુધ્ધ કાર્યવાહી કરી છે.

coronavirus covid19 gujarat ahmedabad