પશુનું મારણ કરીને દીપડો ઘરમાં ઘૂસી ગયો, વિડિયો વાઇરલ

21 January, 2020 09:57 AM IST  |  Kutch

પશુનું મારણ કરીને દીપડો ઘરમાં ઘૂસી ગયો, વિડિયો વાઇરલ

દીપડો

નખત્રાણાના એક ગામમાં વહેલી સવારે ઘરમાં દીપડો ઘૂસી જતાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સદ્નસીબે જ્યારે દીપડો ઘરમાં આવ્યો ત્યારે ઘરના સભ્યો ભેંસને ચરાવવા ગયા હતા જેથી ઘરમાં કોઈ નહોતું. જોકે દીપડો ઘરમાં ઘૂસ્યાની જાણ ગામલોકોને થતાં તેમણે ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. મહત્વનું છે કે આ દીપડો એક પશુનું મારણ કર્યા બાદ ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યાર બાદ વન વિભાગની ટીમને જાણ કરી હતી. આ ઘટનાનો વિડિયો હાલ ઘણો જ વાઇરલ થઈ રહ્યો છે.

gujarat kutch