સુરતમાં બીજેપી ઉપપ્રમુખ પીવીએસ શર્માના ઘરે આઇટીના દરોડા પડ્યા

23 October, 2020 12:19 PM IST  |  Surat | Agency

સુરતમાં બીજેપી ઉપપ્રમુખ પીવીએસ શર્માના ઘરે આઇટીના દરોડા પડ્યા

પીવીએસ શર્મા

સુરત બીજેપીના ઉપપ્રમુખ પીવીએસ શર્માને ત્યાં આવકવેરા વિભાગ અને સુરત પોલીસે સાથે મળી દરોડા પડ્યા છે. શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાને દરોડા પડ્યા છે. આઇટી વિભાગે હાલમાં પીવીએસ શર્માનો મોબાઇલ જપ્ત પણ કરી લીધો છે, જેના કારણે તેઓ પોતાના ઘરની નીચે ધરણાં પર બેઠાં છે.

ઉલ્લેખનીય છે કે બીજેપીના નેતા પીવીએસ શર્માએ આક્ષેપ કર્યા હતા કે નોટબંધી દરમિયાન કલા મંદિર જ્વેલર્સ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને તેમની પાસે એના પુરાવા પણ છે. પીવીએસ શર્માએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાપ્રધાનને ટ્વીટ કરી ઈડી અને સીબીઆઇ તપાસની માગ કરી હતી.

પીવીએસ શર્મા માજી ઇન્કમ ટૅક્સ અધિકારી છે, જેમના ઘરે આઇટીની ટીમ પહોંચી છે. ગઈ કાલે પીવીએસ શર્માએ નોટબંધી મામલે ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે નોટબંધી સંદર્ભે ૧૧૦ કરોડના મામલે આવકવેરા વિભાગે કરેલી કાર્યવાહી સામે ફરિયાદ કરી હતી. તેમણે વડા પ્રધાન અને નાણાપ્રધાનને સંબોધીને ટ્વીટ કરી હતી. ટ્વીટમાં પીવીએસ શર્માએ પુરાવાની ફોટોકૉપી પણ મૂકી હતી, પરંતુ કયા મુદ્દે અને કયા કારણોસર ઇન્કમ ટૅક્સ વિભાગે રેડ કરી એ જાણી શકાયું નથી.

surat gujarat bharatiya janata party