રાજકોટમાં વર-કન્યા સહિત 101 લોકોએ દેહદાનનો સંકલ્પ લીધો

16 February, 2020 08:11 AM IST  |  Rajkot

રાજકોટમાં વર-કન્યા સહિત 101 લોકોએ દેહદાનનો સંકલ્પ લીધો

પ્રતીકાત્મક તસવીર

રાજકોટના જંક્શન વિસ્તારમાં આવેલા ગુરુનાનક હોલમાં મિતેશ કક્કડ અને હેની પૂજારાના લગ્ન યોજાયા હતા. આ પ્રસંગે વર-કન્યા, પરિવારજનો સહિત ૧૦૧ લોકોએ દેહદાન, અંગદાન, ચક્ષુદાન અને વ્યસનમુક્તિના સંકલ્પ લીધા હતા અને આમંત્રિતો મહેમાનોનું બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ચેક કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન દ્વારા કિડનીના રોગોની જાગૃતિ અંગે પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું.

ડૉ. દિવ્યેશ વિરોજા, ડૉ. સંકલ્પ વણઝારા, ઑર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી અને નીતિનભાઈ ઘાટલિયા દ્વારા વિડિયો પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને વર-કન્યા સહિત ૧૦૧ પરિવારજનોએ ચક્ષુદાન, દેહદાન અને અંગદાનના સંકલ્પપત્રો ભર્યા હતા. આ ઉપરાંત વ્યસનમુક્તિ પ્રદર્શની પણ પ્રસંગ સ્થળ ઉપર રાખવામાં આવી હતી. વ્યસનમુક્તિ થવાનાં સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા અને થેલેસેમિયા રોગ અંગેની માહિતી અનુપમ દોશીએ સૌને વિડિયો પ્રેઝન્ટેશનથી આપી હતી.

આ ઉપરાંત શાકાહાર અભિયાન, જીવદયા-ગૌસેવા પ્રચાર પ્રસાર, એનિમલ હેલ્પલાઇનના ઉપક્રમે સૌનું સ્વાગત કરતાં ચકલીના માળા અને પર્યાવરણની નાની પુસ્તિકા આપવામાં આવી હતી.

gujarat rajkot