અમદાવાદ એરપોર્ટ પર ઈમિગ્રેશન બન્યું સરળ, વિદેશ જતા લોકોનો બચશે સમય

20 May, 2019 12:47 PM IST  |  અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પર ઈમિગ્રેશન બન્યું સરળ, વિદેશ જતા લોકોનો બચશે સમય

અમદાવાદ એરપોર્ટ પર ઈમિગ્રેશન બન્યું સરળ

અમદાવાદથી વિદેશ યાત્રા કરતા યાત્રિકો માટે સારા સમાચાર છે. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશલ એરપોર્ટ પર ઈમિગ્રેશન કાઉન્ટર્સની સંખ્યા વધારવામાં આવી છે. બે નવા ઈમિગ્રેશન કાઉન્ટર્સ ઉભા કરવામાં આવ્યા છે જેથી એકસાથે કુલ 14 મુસાફરોની ઈમિગ્રેશેન પ્રોસેસ થઈ શકશે. સાથે જ ઈમિગ્રેશનની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે.

ઈન્ટરનેશનલ ટ્રાફિકમાં વધારો
અમદાવાદ એરપોર્ટના ડિરેક્ટરના કહેવા પ્રમાણે, 'અહીં ઈન્ટરનેશનલ ટ્રાફિકમાં 45.14%નો વધારો થયો છે. અહીંથી ભરવામાં આવતી ઉડાનોની સંખ્યા પણ વધી છે. જેથી જરૂરી હતુ કે અમે ઈમિગ્રેશનની પ્રક્રિયામાં સુધારો કરીએ. અત્યાર સુધી અમારી પાસે 12 ઈમિગ્રેશન કાઉન્ટર્સ હતા. હવે 14 છે. ઈમિગ્રેશન કાઉન્ટર્સને પણ કમ્પ્યુટરાઈઝ્ડ કરી દેવામાં આવ્યા છે.'

એરપોર્ટમાં કરાયો ફેરફાર
પ્રવાસીઓની સતત વધતી જતી સંખ્યાને જોતા એરપોર્ટમાં પણ થોડો ફેરફાર ગયા વર્ષે કરવામાં આવ્યો હતો. જેમાં બે નવા એરોબ્રિજ બનાવવામાં આવ્યા હતા. જેથી કેટલાક ડોમેસ્ટિર ઓપરેશન ઈન્ટરનેશનલ ટર્મિનલ પર શિફ્ટ કરી શકાય. સાથે ત્યાં હેરિટેજ સિટીના દરજ્જાને જોતા સરદાર પટેલનું સ્ટેચ્યુ, ગુજરાતની ઓળખ એવો પરંપરાગત ઝૂલો અને ચબુતરો પણ ઉભો કરવામાં આવ્યો છે.

ahmedabad gujarat