વસ્ત્રાપુરમાં મૉલની સામે વાંધો ઉઠાવતી સ્થાનિકોની અરજી હાઈકોર્ટે ફગાવી

30 June, 2019 01:17 PM IST  |  અમદાવાદ

વસ્ત્રાપુરમાં મૉલની સામે વાંધો ઉઠાવતી સ્થાનિકોની અરજી હાઈકોર્ટે ફગાવી

ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર

ગુજરાત હાઈકોર્ટે આખરે વસ્ત્રાપુરના સ્થાનિકોએ વસ્ત્રાપુર તળાવ પાસે મૉલ અને મલ્ટીપ્લેક્સ બાંધવા સામે કરેલી અરજી ફગાવી દીધી છે. આસપાસની સોસાયટીમાં રહેતા લોકોએ આલ્ફા વન મૉલની સામે વાંધો ઉઠાવ્યો હતો, ખાસ કરીને તેમાં ચાલતા મલ્ટીપ્લેક્સ સામે. શરૂઆત થયું ત્યારથી જ સ્થાનિકો તેની સામે વાંચો ઉઠાવી રહ્યા છે. 2011થી સતત કોર્ટમાં જઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલો પહોંચ્યો છે.

આ મામલે જસ્ટિસ એ વાય કોગ્જેએએ 2016માં ફાઈલ થયેલી બે અરજીની સુનાવણી કરી હતી. જે બાદ કલેક્ટરે બે વાર એ જગ્યાની માપણી કરી હતી. મૉલની 200 મીટરની જગ્યામાં કલ્યાણ પુષ્ટિ હવેલી અને પ્લે ગ્રુપ આવે છે. જેમાંથી હવેલીની કોઈ સમસ્યા નથી. જ્યારે પ્લે ગ્રુપ શૈક્ષણિક સંસ્થામાં સામેલ નથી. જેથી તે વાંધો ન લઈ શકે.

આ પણ વાંચોઃ અમદાવાદઃ ઓલા, ઉબરના ડ્રાઈવરની હડતાલ રહેશે ચાલુ

અધિકારીઓએ કહ્યું કે નિહારીકા નામની શાળા થિએટરની 200 મીટરની હદમાં નથી આવતી. એટલે તે વાંધો ન લઈ શકે. સ્થાનિકોની વાંધા અરજીને ફગાવતા હાઈકોર્ટે કહ્યું કે, "કોર્ટનું અવલોકન છે કે સિનેમાને મંજૂરી આપવામાં કોઈ જ નિયમનું ઉલ્લંઘન નથી કરવામાં આવ્યું. જે અરજી કોર્ટમાં કરવામાં આવી છે તેમાં કોર્ટની કોઈ દખલની જરૂર છે."

ahmedabad gujarat