15 April, 2026 12:15 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગરમીથી લોકો પરેશાન
ગુજરાતમાં ૪ દિવસ સુધી લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધશે.
ગઈ કાલે સૌથી વધુ ૪૨ ડિગ્રી ગરમી રાજકોટમાં પડી હતી, જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો ૪૧.૪ ડિગ્રીએ રહેતાં કાળઝાળ ગરમીથી શહેરના લોકો ત્રસ્ત થયા હતા. ખાસ કરીને ગરમ પવનોથી ટૂ-વ્હીલરચાલકો અને રાહદારીઓ પરેશાન થયા હતા. ગુજરાતમાં ગઈ કાલે અમરેલીમાં ૪૧.૧, સુરેન્દ્રનગરમાં ૪૧, ગાંધીનગરમાં ૪૦.૮, વલ્લભવિદ્યાનગરમાં ૪૦.૫ અને કંડલામાં ૪૦ ડિગ્રી તાપમાન રહ્યું હતું.