વાયુ નડ્યું ગુજરાતને, વરસાદ માટે ૧૩ જુલાઈ સુધી રાહ જોવી પડશે

07 July, 2019 10:07 AM IST  |  અમદાવાદ

વાયુ નડ્યું ગુજરાતને, વરસાદ માટે ૧૩ જુલાઈ સુધી રાહ જોવી પડશે

જૂનમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકેલા વાયુ વાવાઝોડાને કારણે બની રહેલી મૉન્સૂન-સિસ્ટમ એવી વિખેરાઈ ગઈ છે કે હજી સુધી ગુજરાતના ૯૦ ટકા વિસ્તારોમાં સાચા ચોમાસાની શરૂઆત જ નથી થઈ. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ મૉન્સૂન-સિસ્ટમ ઍક્ટ‌િવ થતાં અને એકરસ થયેલું ચોમાસું જામતાં એક અઠવાડિયું લાગશે અને સંભવતઃ ૧૩ જુલાઈ પછી ગુજરાતમાં સાચું ચોમાસું દેખા દેશે. ગુજરાત હવામાન વિભાગના કહેવા મુજબ અત્યારે ગુજરાતમાં જ્યાં પણ છૂટોછવાયો વરસાદ પડે છે એ મૉન્સૂન-સિસ્ટમને કારણે નહીં, પણ વાતાવરણમાં ઊભા થઈ રહેલા ડિપ્રેશનને કારણે પડે છે.

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત, ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

 ગુજરાતમાં જૂનના બીજા અઠવાડિયાથી મૉન્સૂનની શરૂઆત થાય છે જેમાં સીઝનનો ઍવરેજ ૩૦ ટકા વરસાદ પડતો હોય છે, પણ આ વખતે આ વરસાદમાં પણ ૭૨ ટકાની ખાધ પડી છે. ચોમાસું પાછું ખેંચાતું હોવાથી ગુજરાત સરકારને પણ ટેન્શન છે. ગુજરાત સરકારની ઑફિશ્યલ અનાઉન્સમેન્ટ મુજબ ગુજરાતમાં ૨૧ જુલાઈ સુધીના પીવાના પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે.

gujarat Gujarat Rains