ગુજરાતમાં દેશી દારૂને પકડવા વિદેશી ડૉગી

19 July, 2019 07:59 AM IST  |  ગાંધીનગર

ગુજરાતમાં દેશી દારૂને પકડવા વિદેશી ડૉગી

ગુજરાતમાં દેશી દારૂને પકડવા વિદેશી ડૉગી

ગુજરાતમાં વધી રહેલા દારૂબંધી તોડવાના ગુનાઓને ડામવા અને દારૂબંધીની કડક અમલબજાવણી થાય એ માટે ગુજરાત સરકારે સતર્ક બનવાનું નક્કી કર્યું છે અને એ માટે ડૉગ-સ્ક્વૉડ તૈયાર કરવાનું નક્કી કર્યું છે. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના કહેવા મુજબ ડ્રગ્સ અને શંકાસ્પદ સામગ્રી પકડવા માટે ડૉગ-સ્ક્વૉડનો ઉપયોગ થાય છે એ જ રીતે દારૂબંધીની અમલબજાવણી માટે પણ ડૉગ-સ્ક્વૉડનો ઉપયોગ કરવામાં આવશે અને એ માટે એક્સપર્ટને બોલાવીને ડૉગીઓને ટ્રેઇન કરવામાં આવશે. આ ડૉગ-સ્ક્વૉડના શ્વાનોની બ્રીડ વિદેશી અને એનો ઉપયોગ મૂળ દેશી દારૂને પકડવા માટે કરવામાં આવશે.

આ અગાઉ વિધાનસભામાં આ માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પણ એની અમલબજાવણી હવે શરૂ થઈ રહી છે, જે માટે સ્પેસિફિક બ્રીડના ડૉગીની એક આખી ટીમ તૈયાર કરવામાં આવશે અને એને ટ્રેઇનિંગ આપીને એ ડૉગ્સને ગુજરાતભરના મહત્ત્વના તથા જ્યાં સૌથી વધુ દારૂબંધીના કાયદાનો ભંગ થાય છે એવાં શહેરોમાં મોકલવામાં આવશે. દેશી દારૂ બનાવતા લોકોને પકડવામાં પણ આ પ્રકારના ટ્રેઇન ડૉગ હેલ્પફુલ થશે. ગુજરાતના દક્ષ‌િણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં દેશી દારૂના વેચાણનું પ્રમાણ મોટું છે.

આ પણ વાંચો : PMનું સપનું સાકાર કરી ગુજરાતનું આ ગામ બન્યું દેશમાં મોડેલ નંબર વન

આ આખી પ્રક્રિયા માટે ૧૦૦થી વધુ ડૉગીઓને તૈયાર કરવામાં આવે એવી ધારણા છે.

gujarat gandhinagar