ગુજરાતમાં મીઠાઈના વેપારીઓએ નુકસાન વેઠવું નહીં પડે

14 October, 2020 08:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં મીઠાઈના વેપારીઓએ નુકસાન વેઠવું નહીં પડે

માં દુર્ગા

થોડા દિવસ પહેલા ગુજરાત સરકારે રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરવા પ્રતિબંધ મૂક્યો હતો. લોકો નિરાશ થયા હતા પરંતુ મહામારીને ધ્યાનમાં રાખતા સરકારનો આ નિર્ણય પણ વાજબી ગણાય. નાગરિકો પણ કોવિડ-19ની ગંભીરતાને સમજે છે એટલે આ વર્ષે આમ પણ એવો ઉત્સાહ રહ્યો ન હોત.

ગાઈડલાઈન્સમાં નવરાત્રિ દરમિયાન પ્રસાદ વિતરણ ન કરવાની માટેના નિર્દેશો આપવામાં આવ્યા હતા. જોકે પ્રસાદ પરના પ્રતિબંધ સામે ભાવિક ભક્તોમાં અસંતોષની લાગણી જોવા મળી હતી, જેને પગલે આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે નવરાત્રિમાં પ્રસાદ માટેની SOPમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે.નવરાત્રિ દરમ્યાન આવતા શ્રધ્ધાળુઓમાં સંક્રમણ ન ફેલાય એ માટે પૂરતી તકેદારી રખાશે તેમ જ શ્રદ્ધાળુઓના આસ્થા માટે અપાતો પ્રસાદ પણ આસ્થા કેન્દ્રો દ્વારા બંધ પેકેટમાં આપવાનો નિર્ણય કરાયો છે. જેના લીધે દર્શનાર્થીઓ સીધા સંપર્કમાં ન આવે અને સંક્રમણ ફેલાય નહીં.

સરકારના આ નિર્ણયને કારણે મીઠાઈના વેપારીઓને હવે નુકસાન વેઠવું નહીં પડે. સરકારે પેકેટ બનાવીને પ્રસાદ વેચવાની મંજૂરી આપી હોવાથી તેનો બગાડ પણ નહીં થાય અને કોરોનાની ગાઇડલાઇન્સનો અમલ પણ થઇ શકશે. વેપારીઓ પાસે એક પેંડો પણ પેક કરવાની વ્યવસ્થા છે.

gujarat navratri coronavirus covid19