'વાયુ' વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર તૈયાર, NDRFની ટીમો રવાના

11 June, 2019 10:13 AM IST  |  ગાંધીનગર

'વાયુ' વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર તૈયાર, NDRFની ટીમો રવાના

વાયુને પહોંચી વળવા તંત્ર તૈયાર

વાયુ સામે લડવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વેરાવળના કિનારે વાવાઝોડું પસાર થવાની શક્યતા હોવાથી વેરાવળમાંથી હજારો બોટ પરત બોલાવવામાં આવી છે. જેના કારણે સ્થિતિ એવી થઈ ગઈ છે કે વેરાવળમાં બંદરની ક્ષમતા કરતા વધુ બોટ થઈ ગઈ છે. વાવાઝોડાના સંકટના કારણે તમામ માછીમારોને સુરક્ષિત જગ્યાએ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે પ્રવાસીઓને દરિયા કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે.

NDRFની ટીમ રવાના
કચ્છ અને દક્ષિણ ગુજરાત પર વાવાઝોડાની વધુ અસર થવાની સંભાવના હોવાથી ત્યા NDRFની ટીમો રવાના કરવામાં આવી છે.વાવાઝોડા સામે લડવા માટે ગાંધીનગરમાં બેઠક પણ મળી હતી. જેમાં NDRF, SDRF, ઈસરોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વાવાઝોડું જેમ જેમ રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ સરકાર પણ ચિંતિત છે. દરિયા કિનારાના વિસ્તારના જિલ્લાઓના કલેક્ટરને હેડ ક્વાર્ટરને છોડવા સૂચના આપવામાં આવી છે. તમામ અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ સાવધાન ગુજરાતઃ 'વાયુ' આવે છે, 24 કલાકમાં ચક્રવાતી તોફાન ત્રાટકવાની આશંકા

મુખ્ય સચિવે બોલાવી બેઠક
રાજ્યના મુખ્ય સચિવે સ્થિતિને જોતા બપોરે બેઠક બોલાવી છે. રાજ્યના મુખ્ય સચિવ સાથે તમામ વિભાગના સચિવો બેઠક કરશે અને સ્થિતિનો તાગ મેળવશે. સાથે તેની સાથે લડવાની તૈયારીઓની પણ સમીક્ષા કરશે.

gujarat gandhinagar