પાટીદારો સામેના કેસ પાછા ખેંચશે ગુજરાત સરકાર

22 April, 2019 03:10 PM IST  |  ગાંધીનગર

પાટીદારો સામેના કેસ પાછા ખેંચશે ગુજરાત સરકાર

પાટીદારો સામેના કેસ ખેંચવામાં આવશે પાછા

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2019 પહેલા સરકારે પાટીદારો પર દાખલ કરવામાં આવેલા કેસો પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. સરકારે અમદાવાદના રામોલમાં પાટીદાર આંદોલન દરમિયાન થયેલી હિંસા અને તોડફોડના મામલામાં પાંચ પાટીદારોની સામે કેસ દાખલ કરાવ્યા હતા. હવે આ કેસ પાછા લેવા માટે સરકારે એડિશનલ સેશન ન્યાયાધીશની સામે આવેદન કર્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું છે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ત્રીજા ચરણમાં તમામ 26 બેઠકો પર મતદાન થશે. રાજ્યની ભાજપ સરકાર તમામ 26 બેઠકો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. જેના અંતર્ગત પાટીદારોના મત મેળવવા માટે સરકારે પાટીદારો પર દાખલ કરવામાં આવેલા કેસ પાછા લેવાનો નિર્ણય કર્યો છે. ચાર વર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાની ઘટના હતી.

આ પણ વાંચોઃ મારું ગમે ત્યારે મર્ડર થઈ શકે છે : હાર્દિક

આ મામલામાં ઉમેશ ભરતભાઈ, પ્રતીક મનસુખ મિસ્ત્રી, રાજેશ પટેલ, રાજેશ શંકર પટેલ અને સંજય કુમાર રસિકલાલ પટેલ પર સરકારે કેસ કર્યો હતો. આ મામલે રામોલ પોલીસે કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યું હતું.  આ મામલે રાજ્ય સરકારની અનુમતિથી સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે પાંચ આરોપીઓ સામે દાખલ કેસ પાછા લેવાની અરજી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી છે.

patidar anamat andolan samiti hardik patel Vijay Rupani gujarat