મારું ગમે ત્યારે મર્ડર થઈ શકે છે : હાર્દિક

Published: Apr 22, 2019, 07:40 IST | જામનગર

કૉંગ્રેસના નેતાએ જામનગરના રોડ-શો માટે પોલીસ-સુરક્ષા માગી હતી

હાર્દિક પટેલ
હાર્દિક પટેલ

પાસ નેતા નિખિલ સવાણીએ ભાજપ પર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે હાર્દિક પટેલની હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. નિખિલે પોતાના નિવેદનમાં આક્ષેપ કર્યો હતો કે ‘૨૦૧૭ના ટ્રિપલ મર્ડર કેસના આરોપી ઉત્સવ ડોંડાના હાથે હાર્દિકની હત્યા કરાવવામાં આવી શકે છે.’ નોંધનીય છે કે નિકોલના વિરાટનગરની સભામાં થયેલા હોબાળા બાદ હાર્દિક પટેલે જામનગરમાં યોજાનારા રોડ-શો દરમ્યાન પોલીસ સુરક્ષા માગી છે. હાર્દિકે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને લખેલા પત્રમાં કહ્યું હતું કે ‘મને સૂત્રો પાસેથી ખબર પડી છે કે જાહેર સભા દરમ્યાન મારા તથા મારી કાર પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન થઈ શકે છે.’

આ પણ વાંચો : લોકસભા 2019: ગુજરાતમાં શાંત થયા પ્રચાર પડઘમ, છેલ્લા દિવસે બંને પક્ષોએ લગાવ્યું એડીચોટીનું જોર

નિખિલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ‘ટ્રિપલ મર્ડર કેસના આરોપીની હત્યા કરનાર ઉત્સવ ડોંડા વિરાટનગર ખાતેની સભામાં હાર્દિકનો વિરોધ કરવા અને હોબાળો કરવા માટે આવ્યો હતો જેના પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આ આરોપી પાસે હાર્દિકની હત્યા કરાવી શકે છે એવી અમને શંકા છે. આ અંગે અમે ગુજરાત પોલીસને જાણ કરી હતી. જો હાર્દિકને કંઈ પણ થશે તો એની જવાબદારી ગુજરાત પોલીસની રહેશે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK