રૂપાણી સરકારનો મોટો નિર્ણય: લૅન્ડ ગ્રેબિંગ વિરોધી કાયદાનો અમલ શરૂ

17 December, 2020 01:33 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

રૂપાણી સરકારનો મોટો નિર્ણય: લૅન્ડ ગ્રેબિંગ વિરોધી કાયદાનો અમલ શરૂ

ફાઈલ તસવીર

ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજ્યમાં ગેરકાયદે જમીન પર કબજો મેળવીને ખોટો રૂઆબ જમાવતા ભૂમાફિયા વિરુદ્ધ લૅન્ડ ગ્રેબિંગ ઍક્ટ પસાર કરવામાં આવ્યો હતો, જેને સમગ્ર રાજ્યમાં આજથી (બુધવાર) જ લાગુ કરવાની જાહેરાત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. આ સમગ્ર રાજ્યમાં લાગુ થવાથી હવે ભૂમાફિયાની લગામ ખેંચવામાં આવી છે, જેથી હવે રાજ્યમાં કોઈ પણ અસામાજિક વ્યક્તિ અથવા તો ભૂમાફિયાઓ ગેરકાયદે જમીન હડપ નહીં કરી શકે.

રાજ્યની વિજય રૂપાણી સરકારે કાયદા વિશેની જાહેરાત કરી હતી કે લૅન્ડ ગ્રેબિંગ ઍક્ટ આજથી સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય જમીનના કાયદાને લઈને સૌપ્રથમ વખત લૅન્ડ ગ્રેબિંગ ઍક્ટ પસાર કરવામાં પ્રથમ છે, જેથી હવે રાજ્યમાં કોઈ પણ અસામાજિક વ્યક્તિ અથવા તો ભૂમાફિયાઓ ગેરકાયદે જમીન પોતાના કબજામાં લઈ શકશે નહીં અને જો તેઓ આવું કૃત્ય કરશે તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

gujarat gandhinagar Vijay Rupani