ગુજરાત: નલિયામાં તાપમાન પાંચ ડિગ્રીએ પહોંચ્યું

31 January, 2020 10:28 AM IST  |  Gandhinagar

ગુજરાત: નલિયામાં તાપમાન પાંચ ડિગ્રીએ પહોંચ્યું

કોલ્ડ

ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં ઠંડીનો કહેર વરસવાની શક્યતા છે. આ વખતે માર્ચમાં પણ ઠંડી પડવાના એંધાણ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. નલિયામાં તાપમાનનો પારો ૫ ડિગ્રીએ પહોંચ્યો છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીમાં વધારો થયો છે. ઠંડીથી આંશિક રાહત બાદ ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં બે દિવસ ઠંડા પવનો ફૂંકાશે. મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે.

 આ પણ વાંચો : દ્વિચક્રી વાહનચાલક તેમ જ પાછળ બેસનાર બન્ને માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી ઠંડીમાં વધારો થવાની શક્યાતા છે. તો નલિયા ૫ ડિગ્રી તાપમાન સાથે બન્યું ઠંડુગાર. જ્યારે રાજકોટમાં ૮ ડિગ્રી અને અમદાવાદ, બનાસકાંઠામાં ૧૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી તરફ અમરેલીમાં ૧૨ ડિગ્રી, સુરત ૧૩ ડિગ્રી અને વડોદરા ૧૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

gujarat gandhinagar