મોસમનો મિજાજ : રાજ્યમાં નલિયા 6.3 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડું

03 February, 2020 11:56 AM IST  |  Gandhinagar

મોસમનો મિજાજ : રાજ્યમાં નલિયા 6.3 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડું

કોલ્ડ-વેવ

રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ હજી યથાવત્ જોવામાં આવી રહ્યો છે. ઠંડીના કેર સાથે અપર-લૉ ડેન્સિટી સાથેનો પવન ઠંડકમાં વધારો કરતો જોવામાં આવી રહ્યો છે. ગુજરાતભરમાં ઠંડીના ચમકારા વચ્ચે હંમેશની માફક ગઈ કાલે પણ નલિયા ગુજરાતમાં સૌથી ઠંડુંગાર જોવામાં આવ્યું. નલિયાનું તાપમાન ૬.૩ ડિગ્રી નોંધવામાં આવ્યું છે.

ગુજરાતનાં અન્ય મહાનગરોમાં તો છેલ્લા ઘણા દિવસથી ઠંડીનો ચમકારો યથાવત્ જોવામાં આવી રહ્યો છે. પવન સાથેની ઠંડીથી મહાનગરોમાં દિવસભર ઠંડીનો અનુભવ થાય છે. હવામાન ખાતા દ્વારા આપવામાં આવતી જાણકારી મુજબ આ સપ્તાહમાં પણ ઠંડીમાં વધારો થઈ શકે છે. અમદાવામાં લઘુતમ ૧૧.૨ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું તો રાજકોટમાં લઘુતમ ૧૦.૩ ડિગ્રી, વડોદરામાં લઘુતમ ૧૨.૨ ડિગ્રી અને સુરતમાં ૧૩.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ઊડતા અમદાવાદ : પાન પાર્લરમાંથી નશીલી કફ-સિરપનો જથ્થો મળ્યો

હવામાન વિભાગની આગાહી મુજબ ફેબ્રુઆરીમાં આકરી ઠંડીનો સામનો કરવા તૈયાર થઈ જાઓ. આગામી ૨૪ કલાક સુધી કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ૧૨ શહેરોમાં ૧૧ ડિગ્રીથી નીચા તાપમાન સાથે ઠંડી યથાવત્ રહેશે.

gujarat gandhinagar