ઈ-મેમોની અવગણના કરી દંડ નહીં ભરનાર ૧૮૦ ચાલકોનાં લાઇસન્સ રદ થશે

21 October, 2019 08:18 AM IST  |  ગાંધીનગર

ઈ-મેમોની અવગણના કરી દંડ નહીં ભરનાર ૧૮૦ ચાલકોનાં લાઇસન્સ રદ થશે

પ્રતિકાત્મક તસવીર

શહેરમાં ટ્રાફિક નિયમનનું પાલન કરવા માટે સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા છે, ત્યારે નિયમોની ઉપરવટ જઈને વાહન હંકારતા વાહનચાલકોને જાણે ડર જ ન હોય અેવી રીતે ઈ-મેમો મળ્યા બાદ ફાડી નાખવામાં આવતો હોય છે. ગાંધીનગર શહેરમાં ઈ ચલણ ન ભરનાર ૧૮૦ વાહનચાલકોના લાઇસન્સ રદ કરવામાં આવશે. જેની યાદી ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આરટીઓ કચેરીને આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ એક એવું રેસ્ટોરેન્ટ, જ્યાં ગ્રાહકોને આપવામાં આવે છે ટૉયલેટનું પાણી

ગાંધીનગર શહેરના પહોળા રોડ ઉપર વાહનચાલકો બેફામ રીતે વાહન ચલાવી અકસ્માત સર્જતા હોય છે. પોલીસનો ડર ન હોય તે રીતે ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરીને વાહન ચલાવી અન્ય લોકોને નુકસાન પહોંચાડતા હોય છે, ત્યારે આવા લોકો પોલીસની સીધી નજરમાં જોવા મળે તે માટે સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા છે. જેના દ્વારા શહેરમાં બનતી તમામ ગતિવિધિઓ અને પરિસ્થિતિ પર નજર રાખી શકાય છે. ટ્રાફિક નિયમન માટે ૨૦૯ સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા છે.

ahmedabad gandhinagar