હેલ્મેટ ફરજિયાત કે મરજિયાત?: સીએમ અને મંત્રી ફળદુએ મૌન સેવ્યું

29 January, 2020 02:14 PM IST  |  Gandhinagar

હેલ્મેટ ફરજિયાત કે મરજિયાત?: સીએમ અને મંત્રી ફળદુએ મૌન સેવ્યું

ફાઈલ ફોટો

રાજ્યના મહાનગરોમાં હેલ્મેટ મરજિયાત મામલે રાજ્યના સીએમ રૂપાણીએ નિવેદન આપવાનું ટાળ્યું છે. તેમણે ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આ મામલે કંઈ પણ કહેવું યોગ્ય નથી, કેમ કે સમગ્ર મામલો હાલ કોર્ટમાં છે. આ મામલે વકીલ કોર્ટમાં જવાબ આપશે. સીએમ રૂપાણીએ આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યું જ્યારે હાઈ કોર્ટમાં થયેલી સુનાવણીમાં સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો કે હેલ્મેટ પહેરવાનું મરજિયાત કરાયું નથી. હાઈ કોર્ટે આગામી મુદતે સરકરે હેલ્મેટ મુદ્દે ક્લિયર સ્પષ્ટતા કરવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો : નવસારીમાં લાખોની સંખ્યામાં ચામાચીડિયાંથી લોકો ત્રાહિમામ

હેલ્મેટ ફરજિયાત કરવા ગુજરાત હાઈ કોર્ટમાં થયેલી અરજી મામલે હાઈ કોર્ટે સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે ત્યારે આગામી સમયમાં સરકાર હાઈ કોર્ટમાં ઍફિડેવિટ રજૂ કરશે અને આ મામલે ટ્રાન્સપોર્ટ સચિવ હાઈ કોર્ટમાં જવાબ રજૂ કરશે.

રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત મામલે કૅબિનેટ મંત્રી આર. સી. ફળદુએ પણ મૌન સેવ્યું છે. તેમણે આ મામલે કોઈ પણ કમેન્ટ કરવાની સ્પષ્ટ ના કહી દીધી છે. આર. સી. ફળદુએ જણાવ્યું કે હેલ્મેટનો મુદ્દો હાલ હાઈ કોર્ટમાં છે તેથી જે નિર્ણય હાઈ કોર્ટ લેશે એ પ્રમાણે રાજ્ય સરકાર આગળ વધશે. બાકી જ્યાં સુધી આ મુદ્દો કોર્ટમાં છે ત્યાં સુધી હું વધારાની કોઈ કમેન્ટ નહીં કરી શકું.

gujarat gandhinagar