બુલેટ ટ્રેન પ્રોજેકટ : ખેડૂતોને 2100 કરોડની ચુકવણી કરાઈ

08 February, 2020 10:31 AM IST  |  Gandhinagar

બુલેટ ટ્રેન પ્રોજેકટ : ખેડૂતોને 2100 કરોડની ચુકવણી કરાઈ

બુલેટ ટ્રેન

સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૧ના નર્મદા હૉલ ખાતે મળેલી કલેક્ટર કૉન્ફરન્સમાં બુલેટ ટ્રેનના મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં બુલેટ ટ્રેન જે જિલ્લામાંથી પસાર થઈ રહી છે એ તમામ જિલ્લામાંથી જમીન સંપાદનનું કામ કેટલે સુધી પહોંચ્યું અને ખેડૂતોને કેટલું ચુકવણું કરવામાં આવ્યું એ બાબતને લઈ રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે ૮૦ ટકા જેટલી જમીન બુલેટ ટ્રેન માટે સંપાદન કરવામાં આવી છે, જ્યારે ૨૦ ટકા જમીન હજી પણ જંત્રીના ભાવ અને બજારભાવ આ બન્ને વચ્ચે અટવાઈ છે. અત્યાર સુધીમાં ૮૦ ટકા જેટલી જમીન બુલેટ ટ્રેન માટે સંપાદન કરવામાં આવી છે જેમાં ૨૧૦૦ કરોડ રૂપિયાની ચુકવણી કરી દેવામાં આવી છે.

ગુજરાતના જિલ્લાઓ તેમ જ મહેસૂલ વિભાગમાં સંસદસભ્યો તેમ જ ધારાસભ્યોનાં કામો નહીં થતાં હોવાની ફરિયાદને ધ્યાનમાં લઈને રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનાં કામોને અગ્રતાક્રમ આપીને એનું નિરાકરણ લાવવા જિલ્લા કલેક્ટરો તેમ જ મહેસૂલ વિભાગના અધિકારીઓને આદેશ આપી પેન્ડિંગ કામોનો સત્વરે નિકાલ લાવવા કહ્યું છે.
ગાંધીનગરમાં રાજ્યના ૩૩ જિલ્લા કલેક્ટરોની યોજાયેલી કૉન્ફરન્સમાં મહેસૂલ વિભાગના પેન્ડિંગ ઇશ્યુ, ઑનલાઇન સેવાઓ તેમ જ સરકારી પડતર જમીન અંગેના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટેની ચર્ચા થઈ હતી.

gujarat gandhinagar