રાજ્યમાં કોરોના ધરાવતી 100માંથી 33 વ્યક્તિ સાજી થઈ ગઈ છે

13 May, 2020 07:52 AM IST  |  Gandhinagar | Agencies

રાજ્યમાં કોરોના ધરાવતી 100માંથી 33 વ્યક્તિ સાજી થઈ ગઈ છે

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક ૮૫૪૨, જ્યારે એનાથી થયેલાં મૃત્યુનો આંક ૫૧૩ થઈ ગયો છે. હાલ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, તામિલનાડુ એવાં રાજ્યો છે જ્યાં કોરોનાના કુલ કેસનો આંક ૮ હજારને પાર થયેલો છે. આ બન્ને રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં મૃત્યુદર અડધા કરતાં પણ ઓછો છે. મહારાષ્ટ્રમાં ૨૨,૧૭૧ કેસ-૮૩૨ મૃત્યુ સાથે મૃત્યુદર ૩.૭૫ ટકા, તામિલનાડુમાં ૮૦૦૨ કેસ-૫૩ મૃત્યુ સાથે મૃત્યુદર ૦.૬૬ ટકા; જ્યારે ગુજરાતમાં મૃત્યુદર ૬.૦૧ ટકા છે. ભારતમાં કુલ એવાં ૧૧ રાજ્યો છે જ્યાં કોરોના કુલ કેસનો આંક ૧ હજારને પાર થયેલો છે. 

જે રાજ્યોમાં ૧ હજારથી વધુ કેસ હોય એમાં પશ્ચિમ બંગાળ ૯.૧૧ ટકા સાથે સૌથી વધુ મૃત્યુદર ધરાવે છે. પશ્ચિમ બંગાળમાં ૨૦૬૩ કેસ સામે ૧૯૦નાં મૃત્યુ થયાં છે અને ત્યાંનો મૃત્યુદર ૯.૧૧ ટકા છે. સૌથી વધુ મૃત્યુદરમાં પંજાબ ૮.૯૫ ટકા સાથે બીજા સ્થાને છે જ્યાં ૧૮૭૭ કેસ સામે ૩૧નાં મૃત્યુ થયેલાં છે. ગુજરાતમાં કુલ ૮૫૪૨ કેસ સામે ૫૧૩ મૃત્યુ થયાં હોવાથી મૃત્યુદર ૬.૦૧ ટકા છે.

૧ હજારથી વધુ કેસ ધરાવતાં રાજ્યોમાં વધુ મૃત્યુદર મામલે ગુજરાત ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં આ સ્થિતિ પ્રમાણે કહી શકાય કે ૧૦ લાખની વસ્તીએ સરેરાશ ૧૨૬ વ્યક્તિ કોરોના પૉઝિટિવ છે. ગુજરાતમાં હાલ ઍક્ટિવ કેસનું પ્રમાણ ૬૧.૪૫ ટકા છે.

gujarat gandhinagar coronavirus covid19 lockdown