નીતિન પટેલે રાજકોટમાં ફ્લાવર-શોને ખુલ્લો મૂક્યો, 20 રૂપિયાની ટિકિટ

25 January, 2020 12:21 PM IST  |  Rajkot

નીતિન પટેલે રાજકોટમાં ફ્લાવર-શોને ખુલ્લો મૂક્યો, 20 રૂપિયાની ટિકિટ

નીતિન પટેલ

મહાનગરપાલિકાએ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેના ગાર્ડનમાં ફ્લાવર-શોનું આયોજન કર્યું છે જેનું શુક્રવારે સવારે ૯ વાગ્યે નાયબ મુખ્ય પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ફ્લાવર-શોમાં ૭૦ પ્રકારના ફૂલછોડનો નજારો જોવા મળશે. ફ્લાવર-શોમાં ૨૦ રૂપિયા ટિકિટ રખાતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફ્લાવર-શોમાં ૭૦ પ્રકારના ફૂલછોડનો નજારો જોવા મળશે તેમ જ ફ્લાવર ડોલ, મોર, ઘડો, હાર્ટ સાઇન, હૅન્ગિંગ બાસ્કેટ, હૅન્ગિંગ પૉટ સહિતનાં આકર્ષણ રાખવામાં આવ્યાં છે. મેયર બીનાબહેન આચાર્યએ જણાવ્યું હતું કે ફ્લાવર-શો વિવિધ પ્રકારનાં આકર્ષણ, હયાત ચીજવસ્તુઓ વગેરેને ધ્યાનમાં રાખી કરવામાં આવી રહ્યો છે. અંદાજે ૭૦ પ્રકારના ફૂલછોડ, ફોલીયેઝ (રેઇનબો ઇફેક્ટ) પ્લાન્ટ્સ સર્કસ, હૅન્ગિંગ પ્લાન્ટ્સ, ફ્લાવર્સના પિલર વગેરેથી સુશોભન કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ચરખો કાંતતા ગાંધીજી, મીઠાનો સત્યાગ્રહ, દાંડીકૂચ, મહાત્મા ગાંધીના આફ્રિકાના પ્રવાસનાં સ્ક્લ્પ્ચર્સ સાથોસાથ આયુર્વેદાન (હનુમાનજીની પ્રતિમા), ફ્લાવર ડોલ, હાર્ટ, મોર, કુંભ, હાર્ટ સાઇન, સાઇકલ ફ્લાવર્સથી સુશોભન, હૅન્ગિંગ બાસ્કેટ, હૅન્ગિંગ પૉટ વગેરે રાખવામાં આવ્યાં છે. ફ્લાવર-શો સવારે ૯થી ૧ અને બપોરે ૩થી રાતના ૧૦ વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવશે.

gujarat rajkot Nitin Patel