ગુજરાતના મત્સ્યઉદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકીનું સ્વાસ્થ્ય લથડ્યું

16 January, 2019 03:04 PM IST  | 

ગુજરાતના મત્સ્યઉદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકીનું સ્વાસ્થ્ય લથડ્યું

પરષોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત(તસવીર સૌજન્યઃ પરષોત્તમ સોલંકી ફેસબુક)

છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત રહેતા રાજ્યકક્ષાના મત્સ્યદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકીનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થયું છે. હાલ તેમને વધુ સારવાર માટે સિંગાપોર લઈ જવામાં આવ્યા છે. આ પહેલા પણ તેમને સારવાર માટે સિંગાપોર લઈ જવાયા હતા.

પરષોત્તમ સોલંકી ડાયાબિટીસના કારણે ઉભી થતી તકલીફોથી પિડાતા હતા. તેના કારણે લીવરની કાર્યક્ષમતા ઘટી ગઈ હતી. જે બાદ તેમના સારવાર માટે સિંગાપોર લઈ જવાયા છે.

આ પણ વાંચોઃ ગીર જંગલમાં ટ્રેનની ગતિ પર નિયંત્રણ, 45 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે નહીં ચાલે ટ્રેન

કોણ છે પરષોત્તમ સોલંકી?

મોદી સરકારના સમયથી મંત્રીમંડળમાં સ્થાન પામતા પરષોત્તમ સોલંકી કોળી સમાજના અગ્રણી નેતા છે. ચર્ચા તો એવી પણ હતી કે પોતાને થયેલા ખાતાની ફાળવણીથી પરષોત્તમ સોલંકી નારાજ હતા. અને તેમણે આ નારાજગી જાહેરમાં પણ વ્યક્ત કરી હતી.

gujarat