Gujarat: 1 પણ રૂપિયો નફો ન મળતાં ખેડૂતોએ શાકભાજી ખવડાવી પશુઓને

26 February, 2020 03:25 PM IST  |  Mumbai Desk

Gujarat: 1 પણ રૂપિયો નફો ન મળતાં ખેડૂતોએ શાકભાજી ખવડાવી પશુઓને

ગુજરાતના અમરેલી જિલ્લામાં શાકભાજીની કિંમત પર પ્રતિ કિલોએ એક પણ રૂપિયો ન મળતાં નારાજ ખેડૂતોએ મેથી અને ધાણાંનું વેચાણ ન કરતાં પશુઓને ખવડાવી દીધા. અહીં અમરેલીમાં ભાજી માર્કેટ યાર્ડમાં નીલામી દરમિયાન ટામેટાં ત્રણ-ચાર રૂપિયા પ્રતિ કિલો તેમજ રિંગણ અને કોબી પાંચ રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાવાથી ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું છે.

અહીં અમરેલી તેમજ બગસરા શાકભાજી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને તેમની શાકભાજીની લાગત મૂળી પણ મળતી નથી. અહીં લીલા ધાણાં અને મેથી વેચવા આવેલા ખેડૂતોને પ્રતિ કિલો કિંમત 50 પૈસા કરતાં પણ ઓછી મળતાં યાર્ડ બહાર પશુઓને ખવડાવી દીધા. બગસરા યાર્ડમાં આજે મોટા પાયે લીલા ધાણાં અને મેથી વેચાવા આવી હતી. તેથી તેની કિંમતમાં આવેલા ઘટાડાથી નારાજ ખેડૂતોને વેચવાને બદલે ગાય ભેંસને ખવડાવવું યોગ્ય લાગ્યું. આ ખેડૂતોને દૂધી, કાકડી તેમજ ટામેટાંનું પણ યોગ્ય મૂલ્ય નથી મળ્યું.

અહીં અમરેલી જિલ્લાની આસપાસ ખેડૂતોને સિંચાઇ માટે પાણીની પણ સમસ્યા છે. અહીંના ખેડૂતોએ લગભગ 4000 હેક્ટરમાં લીલાં શાકભાજીની ખેતી કરી છે. વર્તમાન સમયમાં લીલાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાથી તેમને વેચાણમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો, રાજ્યના અન્ય ભાગોમાંથી પણ શાકભાજી અહીંના માર્કેટ યાર્ડમાં વેંચાવા આવે છે.

નોંધનીય છે કે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા અને રાજુલામાં મોટા પાયે કાંદાની ખેતી થઈ છે. અહીં મહુવા માર્કેટ યાર્ડમાં કાંદા વેચાવા માટે આવે છે.

gujarat