ફૅનીના કારણે સુરતના વેપારીઓને નુકસાન, ઈદ પર ઓછો થયો વેપાર

08 May, 2019 10:00 AM IST  |  સુરત

ફૅનીના કારણે સુરતના વેપારીઓને નુકસાન, ઈદ પર ઓછો થયો વેપાર

ફૅનીના કારણે સુરતના વેપારીઓને નુકસાન

પશ્ચિમ બંગાળમાં ફૅની વાવાઝોડના કારણે જે તબાહી થઈ તેની અસર સુરતના વેપારીઓ પર પણ પડી છે. સુરતના ટેક્સટાઈલ એસોસિયેશનના અંદાજ પ્રમાણે કેટલાક વેપારીઓને 20 ટકા જેટલું નુકસાન થયું છે. વેપારીઓ ઈદ પર સારા બિઝનેસની આશા રાખી રહ્યા છે. પરંતુ તેમની આ આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

ઈદ પહેલા ઓરિસ્સા અને બંગાળમાં ફૅનીએ કહેર મચાવ્યો છે. જેના કારણે ઈદની રંગત ઝાંખી પડી ગઈ છે. સામાન્ય રીતે ઈદ પર આ બે રાજ્યોમાં સુરતના કપડાની માંગ વધુ રહે છે. પરંતુ આ વખતે સુરતના ટેક્સટાઈલ એસોસિયેશને  આ બંને રાજ્યોના ઓર્ડર લેવાનું બંધ કરી દીધું છે.

આ પણ વાંચોઃ ICICI બેન્કે ઓડિશા ચક્રવાત 'ફાની'માં રાહત માટે 10 કરોડનું ફંડ આપ્યું

ટ્રક ડ્રાઈવર અને પાર્સલની સુરક્ષાને લઈને ટેક્સટાઈલ એસિસોયિશને થોડા દિવસ પહેલા માલને આ રાજ્યોમાં મોકલવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ રાજ્યોમાં રોજના 80 ટ્રક મોકલવામાં આવે છે, એક ટ્રકમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સના 200 પાર્સલ્સ હોય છે. અને આ તમામ ઓર્ડર હાલ સ્થગિત કરવામાં આવ્યા છે. જેના કારણે વેપાર પર અસર કરે છે.

surat gujarat