ઠૂમકાથી ભીડ એકઠી કરવાની કોશિશ

04 December, 2022 11:00 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

મધ્ય ગુજરાતના બોરસદ બેઠકના કૉન્ગ્રેસના ઉમેદવારના પોસ્ટરવાળા સ્ટેજ પર ડાન્સરના ઠૂમકાથી ઉમેદવાર ફસાયા વિવાદમાં ઃ કૉન્ગ્રેસે ભીડ એકઠી કરવા ડાન્સરનો સહારો લીધો હોવાની ચર્ચા

બોરસદ બેઠક પર કૉન્ગ્રેસના ઉમેદવારની સભા પહેલાં ડાન્સરે સ્ટેજ પર ડાન્સ કર્યો હતો.


અમદાવાદ ઃ ચૂંટણીમાં દારૂ, પૈસા અને ખાણીપીણીનું ચલણ વધતું જોવા મળતું હોય છે, પરંતુ હવે ગુજરાતની ચૂંટણીમાં ડાન્સરની એન્ટ્રી થઈ છે. મધ્ય ગુજરાતના બોરસદ બેઠકના કૉન્ગ્રેસના ઉમેદવારના પોસ્ટરવાળા સ્ટેજ પર ડાન્સરના ઠૂમકાથી ઉમેદવાર વિવાદમાં ફસાયા છે. ઉમેદવારના સ્ટેજ પર ડાન્સરનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાઇરલ થતાં રાજકારણ ગરમાયું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં આણંદ જિલ્લામાં આવેલી બોરસદ બેઠક પરથી કૉન્ગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટણી લડી રહ્યા છે. શુક્રવારે રાતે બોરસદ નજીક આવેલા દાવોલ ગામે કૉન્ગ્રેસના આ ઉમેદવારની સભા યોજાઈ હતી એ પહેલાં બે ડાન્સરોએ ડાન્સ કરીને ભીડ એકઠી કરવા પ્રયાસ કર્યો હતો અને કૉન્ગ્રેસના ઉમેદવારના પોસ્ટર સાથેના સ્ટેજ પરથી ડાન્સરોએ ડાન્સ કર્યો હતો. ડાન્સરોના ઠૂમકાથી ભીડ એકઠી થઈ હતી. જોકે જે સમયે ડાન્સરો ડાન્સ કરતી હતી ત્યારે ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર હાજર નહોતા. 

gujarat news gujarat election 2022 gujarat elections