Gujarat Election: ગંદા નાળાના કીડાવાળા નિવેદન પર પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર

21 November, 2022 05:32 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

યુવાનોને સંબોધતા તેમણે કહ્યું કે 25 વર્ષના સ્વર્ણિમ સમય માટે પાંચ વર્ષ બહુ અમુલ્ય હોય છે. એના પર યુવાઓનું ભવિષ્ય નિર્ભર છે.

વડા પ્રધાન મોદી

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)ના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)હવે મેદાનમાં ઉતરી ગયા છે. પીએમ મોદી (PM Modi Rally In Surendranagar)એ સુરેન્દ્રનગરમાં રેલી યોજી હતી. જેમાં તેમણે કોંગ્રેસ નેતા મધુસૂદન મિસ્ત્રીના `ઓકાત` વાળા નિવેદન પર પર વળતો જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ કહે છે કે મોદીને ઓકાત બતાવી દેશે.આ અહંકાર છે કે મોદીને તેમની ઓકાત બતાવી દેવી. તે રાજ પરિવારમાંથી છે, હું તો સામાન્ય પરિવારમાંથી છું, જનતાનો સેવક છું, મારી પહેલાથી જ કોઈ ઓકાત નથી." પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તેઓએ (કોંગ્રેસ નેતાઓ એ) શું-શું  નથી કહ્યું, નીચ કહ્યું, ગંદા નાળાનો કિડો કહ્યું,  મારી ઓકાત નથી, અરે... વિકાસના મુદ્દા પર ચર્ચા કરો ને.

પીએમ મોદીએ કહ્યું કે એક જમાનો હતો જ્યારે એક સાઈકલ પણ નહોતી બનતી, આજે ગુજરાતમાં વિમાન બનવા લાગ્યા છે. આ સાથે જ યુવાનોને સંબોધતા તેમણે કહ્યું કે 25 વર્ષના સ્વર્ણિમ સમય માટે પાંચ વર્ષ બહુ અમુલ્ય હોય છે. એના પર યુવાઓનું ભવિષ્ય નિર્ભર છે. માત્ર ભાજપ તમારું ભવિષ્ય બનાવવામાં ભૂમિકા નિભાવી શકે છે. 

આ પણ વાંચો:સુરતવાળી થવાના ભયે અમદાવાદના ૧૬ ઉમેદવારોને આપ શહેરની બહાર લઈ ગઈ

જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, "વિકાસની ચર્ચા થવી જોઈએ કે નહીં? કોણે કેટલું કામ કર્યું, તેની ચર્ચા થવી જોઈએ કે નહીં? પાણી પહોંચ્યું કે નહીં, વીજળી પહોંચી કે નહીં, આની ચર્ચા થવી જોઈએ કે નહીં? કોંગ્રેસ જાણે છે કે ભાજપનો રેકોર્ડ મજબૂત છે. કોંગ્રેસ વિકાસના મુદ્દા પર ચર્ચા નથી કરતી ને કહે છે આ મોદીને તેની ઔકત બાતાવી દેશું... મોદીને તેની ઓકાત બતાવશે, અહંકાર છે ભાઈઓ આ અહંકાર, મોદીને તેની આકતા બતાવી દેશે, અરે મા-બાપ...આપ તો શાહી પરિવારમાંથી છો, હું એક સામાન્ય પરિવારનો બાળક છું, મારું કોઈ સ્ટેટસ નહોતું, તમારે મને ઓકાત બતાવવાની જરૂર નથી. અરે... હું તો સેવક છું, સેવકની કોઈ ઓકાત હોય છે?"

કોંગ્રેસ પર પ્રહારો જારી રાખતા પીએમ મોદીએ આગળ કહ્યું, "અરે, તમે મને અધમ, નીચ જાતિ, મોતના વેપારી, ગંદા નાળાનો કીડો કહ્યું, તમે જે કહેવા માંગતા હતા તે કહ્યું, તમારે મારી ઓકાત જણાવવાની જરૂર છે."? કૃપા કરીને વિકાસના મુદ્દા પર ચર્ચા કરો. ગુજરાતને વિકસિત ગુજરાત બનાવવા મેદાનમાં આવો.  ઓકાતના ખેલ કરી ભાગો નહીં.

gujarat election 2022 gujarat elections narendra modi gujarat politics