Gujarat Election:આ ગામના મુસ્લિમોએ મતદાનનો કર્યો બહિષ્કાર,કારણ જાણી થશે આશ્ચર્ય

05 December, 2022 06:23 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ખેડા જિલ્લામાં પોલીસ કર્મચારીઓએ કેટલાક મુસ્લિમોની ધરપકડ પણ કરી હતી બાદમાં તેને થાંભલા સાથે બાંધીને તેમની મેથીપાક ચખાડવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત (Gujarat Election 2022)ના ખેડા (Kheda) જિલ્લાના ઉન્ધેલા (Undhela)ગામમાં મુસ્લિમોએ આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ એ જ ગામ છે જ્યાં ઓક્ટોબર મહિનામાં નવરાત્રિ દરમિયાન ગરબા કાર્યક્રમમાં કથિક રીતે પથ્થર ફેંકવાના આરોપસર કેટલાક મુસ્લિમ યુવકોને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. 

આ મામલે ખેડા જિલ્લામાં પોલીસ કર્મચારીઓએ કેટલાક મુસ્લિમોની ધરપકડ પણ કરી હતી બાદમાં તેને થાંભલા સાથે બાંધીને તેમની મેથીપાક ચખાડવામાં આવ્યો હતો. તે સમયે આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં સાદી વર્દીમાં પોલીસકર્મીઓને યુવકોની પિટાઈ કરતી વખતે સ્થિત ભીડને ચીયર કરતા પણ જોઈ શકાય છે. આ લોકોને જાહેરમાં માફી માંગવાનું કહેવામાં આવ્યું હતું અને આ પ્રસંગે વિસ્તારના પોલીસ ઈન્ચાર્જ પણ હાજર હતા. મારપીટની ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ રિપોર્ટ જારી કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો:Gujarat Election: હિરાબાએ મતાધિકારનો કર્યો ઉપયોગ, શાહ અને પટેલે પણ આપ્યો મત

સમગ્ર દેશમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ મામલામાં આગ લાગ્યા બાદ ખેડા જિલ્લાના અધિકારીઓએ કહ્યું હતું કે તેઓ હકીકતની ચકાસણી કરી રહ્યા છે. વરિષ્ઠ પોલીસ અધિકારી વીઆર બાજપાઈએ જણાવ્યું હતું કે,"3 ઓક્ટોબરની રાત્રે, સરપંચે ગરબાનું આયોજન કર્યું હતું. જ્યારે ગરબા શરૂ થયા ત્યારે નજીકના મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થયા અને મહિલાઓને ગરબા કરતા અટકાવ્યા. તરત જ પથ્થરમારો થયો. જેમાં મહિલાઓ અને પુરૂષો ઘાયલ થયા હતા. મુસ્લિમોએ પથ્થરમારો શરૂ કર્યો હતો.આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેઓએ ગુનો પણ કબૂલી લીધો છે." જાહેરમાં મારપીટ વિશે પૂછતાં તેણે કહ્યું, "અમે હજુ સુધી વિડિયોની સત્યતાની પુષ્ટિ કરી નથી. અમે આ બાબતની તપાસ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો:Gujarat Election:અંતિમ તબક્કાના મતદાન દરમિયાન રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું આવું

 

 

gujarat election 2022 gujarat elections gujarat news