Gujarat Election: કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સોનિયા ગાંધી અને ખડગે કરશે પ્રચાર

15 November, 2022 03:35 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

આ સુચિમાં પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાદ્રા, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના નામ સામેલ છે.

સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022) માટે કોંગ્રેસ(Gujarat Congress)એ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ સુચિમાં પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાદ્રા, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, છત્તીસગઢની સીએમ ભૂપેશ બઘેલ, સચિન પાયલટ, જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર સિવાય અન્ય નેતાઓને પણ સ્થાન મળ્યુ છે. 

ગુજરાતમાં 5મી ડિસેમ્બરે બીજી ચૂંટણી, 8મીએ પરિણામ
નોંધનીય છે કે ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થશે. આ દિવસે 89 બેઠકો પર મતદાન થશે.તે સાથે જ બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આ સાથે સમગ્ર રાજ્યમાં આચારસંહિતા પણ જાહેર કરવામાં આવી હતી.

 

ટિકિટની વહેંચણીને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં હોબાળો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીને લઈને કોંગ્રેસમાં રસાકસી વધી રહી છે. ખાડિયા-જમાલપુર વિધાનસભા બેઠક પરથી ઈમરાન ખેડાવાલાને ફરીથી ઉમેદવાર બનાવવા માટે એક વરિષ્ઠ નેતાએ લાંચ લીધી હોવાનો આરોપ લગાવતા એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરોએ પાર્ટી ઓફિસમાં તોડફોડ કરી હતી. એનએસયુઆઈના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ 50 કરોડમાં સીટ વેચી હતી. કાર્યકર્તાઓએ કહ્યું કે AIMIMએ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, જો કોંગ્રેસ પણ મુસ્લિમ ઉમેદવારને ઉમેદવાર બનાવશે તો ભાજપના હિન્દુ ઉમેદવાર સરળતાથી ચૂંટાઈ આવશે.

gujarat news gujarat election 2022 gujarat elections gujarat politics Gujarat Congress