Gujarat Election 2022: C R Patilએ 12 બળવાખોર નેતાઓને કર્યા બરતરફ, જાણો કારણ

22 November, 2022 09:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વડોદરા જિલ્લાના 3 નેતાઓમાં પાડરાના દીનૂ પટેલ, વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ, સાવલીના કુલદીપ સિંહ રાઉલ અને પંચમહલ જિલ્લાના ખાટુબાઈ પાગી અને મહિસાગરમાંથી એસએમ ખાંટ તેમજ ઉદય શાહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

સી આર પાટીલ (ફાઈલ તસવીર)

ગુજરાત ચૂંટણીમાં (Gujarat Election 2022) ભાજપના (BJP) અનેક અસંતુષ્ટ નેતાઓએ નિર્દળીય ઉમેદવાર તરીકે પોતાનું નામ નોંધાવ્યું હતું. ભાજપ મંડળે આ બધા નેતાઓ વિરુદ્ધ મોરચો ઉઠાવ્યો અને બીજા ચરણની ચૂંટણીમાં ભાજપે 12 નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે. પાર્ટી જનાદેશની વિરુદ્ધ નિર્દળીય ઉમેદવાર ઊભું કરનાર નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે. વડોદરા જિલ્લાના 3 નેતાઓમાં પાડરાના દીનૂ પટેલ, વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ, સાવલીના કુલદીપ સિંહ રાઉલ અને પંચમહલ જિલ્લાના ખાટુબાઈ પાગી અને મહિસાગરમાંથી એસએમ ખાંટ તેમજ ઉદય શાહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

આ પહેલા BJPમાંથી અપક્ષ ઉમેદવાર રહેલા 7 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
આ પહેલા 7 નેતાઓને બરતરફ કરવામાં આવ્યા હતા. ભાજપ વિરુદ્ધ બળવો કરનાર સાત નિર્દળીય ઉમેદવારોને બરતરફ કરવામાં આવ્યા. જેમાં નાંદોદથી નિર્દળીય ઉમેદવાર હર્ષદ વાસવાનને સસ્પેન્ડ કરાયા. 

તો કેશોદમાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર અરવિંદ લડાણી, ધ્રાંગધરાથી નિર્દળીય ઉમેદવારી દાખલ કરનાર છત્રસિંહ ગુંજારિયા, પારડીથી કેતન પટેલ, વેરાવળથી ઉદય શાહ અને રાજકોટમાંથી ભરત ચાવડા અને મહુવાથી નિર્દળીય ઉમેદવારી દાખલ કરવા પર ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલે પાર્ટીના આ નામી નેતાઓને બરતરફ કરી દીધા હતા.

આ પણ વાંચો : Gujarat Election: ભાઈ...ભાઈ... મહારાષ્ટ્રમાં કામ કરતાં ગુજરાતના કામદારોને વોટિંગ માટે મળશે રજા

નોંધનીય છે કે સીઆર પાટિલે એક પ્રસે વિજ્ઞપ્તિ જાહેર કરી છે જેમાં આ બધાં ઉમેદવારોના નામ અને તેમના વિસ્તારની માહિતી સાથે લખ્યું છે કે આ ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તે બદલ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સૂચનાથી આજે 22 નવેમ્બર 2022થી પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

gujarat election 2022 gujarat elections gujarat news bharatiya janata party