Gujarat Election:રિવાબાના સસરા અનિરુદ્ધ સિંહ જાડેજાએ પરિવાર વિખવાદ પર આપ્યું નિવેદન

01 December, 2022 12:03 PM IST  |  jamnagar | Gujarati Mid-day Online Correspondent

રીવાબા જાડેજાને ભાજપમાંથી ટિકિટ મળ્યા બાદ તેમના પરિવારમાં વિખવાદના સમાચાર પણ સામે આવ્યા હતા.

રવિન્દ્ર અને રીવાબા જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, નયનાબા

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)માટે ઉમેદવારો અને ઉમેદવારના પરિવારો મતદાન કરી નિવેદન આપી રહ્યાં છે. જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર રિવાબા (Jamnagar Bhajap Candidate Rivaba)ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. રિવાબા સમગ્ર પ્રચાર દરમિયાન પોતાની નણંદ નયનાબા અને સસરા અનિરુદ્ધ સિંહ જાડેજાનો વિરોધનો સામનો કરી રહ્યાં છે. કેમ કે એ બંને કોંગ્રેસ પાર્ટીમાંથી છે અને રિવાબાને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે.

હવે મતદાન દરમિયાન અનિરુદ્ધ સિંહ જાડેજાએ પારિવારિક ઝઘડાને લઈ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તે કોંગ્રેસની સાથે છે. પારિવારિક ઝઘડા વિશે તેમણે કહ્યું કે પાર્ટીનો મામલે કૌટુંબિક મામલાથી અલગ છે. અમારે અમારી પાર્ટી સાથે રહેવું જોઈએ. વર્ષો સુધી તેમની સાથે રહ્યો છું. આ એક પાર્ટીનો મામલો છે કોઈ પારિવારિક સમસ્યા નથી. 

પરિવારમાં વિખવાદ અંગે રીવાબાએ પણ જવાબ આપ્યો 

નોંધનીય છે કે રીવાબા જાડેજાને ભાજપમાંથી ટિકિટ મળ્યા બાદ તેમના પરિવારમાં વિખવાદના સમાચાર પણ સામે આવ્યા હતા. તેનું કારણ એ હતું કે રવિન્દ્ર જાડેજાની બહેન નયના કોંગ્રેસમાં છે, આવી સ્થિતિમાં તે પોતાની ભાભી સામે ખુલ્લેઆમ સામે આવી અને વિરોધ પ્રચાર કર્યો. દરમિયાન રવિન્દ્ર જાડેજા રીવાબા સામે પ્રચાર કરી રહ્યા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. જેના પર બાદમાં રીવાબાએ જવાબ આપવો પડ્યો હતો. તેના જવાબમાં રીવાબાએ કહ્યું કે `આ પહેલીવાર નથી બન્યું કે એક પરિવારમાં અલગ-અલગ વિચારધારાના લોકો હોય. મારા સસરા અને મારી ભાભી કોંગ્રેસના સભ્યો તરીકે તેમની પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. આમાં કોઈ મોટો મુદ્દો નથી.`

ગુજરાત ચૂંટણીનો પ્રથમ તબક્કો
ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો રાજ્યના 19 જિલ્લાઓમાં ફેલાયેલી છે અને આ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. ભારતીય જનતા પાર્ટી (BJP) શાસિત રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર મંગળવારે સાંજે 5 વાગ્યે સમાપ્ત થયો.

આ પણ વાંચો:Gujarat Election: સાઈકલ પર સિલિન્ડર લઈને મત આપવા પહોંચ્યા આ જાણીતા કોંગ્રેસ ઉમેદવાર

 

 

 

gujarat election 2022 gujarat elections gujarat news Gujarat Congress bharatiya janata party jamnagar ravindra jadeja