ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે શરૂ થયું મતદાન

26 November, 2022 09:37 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદ, પાટણ, ડાંગ, કચ્છ, મહિસાગર, તાપી, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં પોલીસ-કર્મચારીઓએ કર્યું બૅલટ-પેપરથી મતદાન

અમદાવાદમાં પોલીસ-જવાનો માટે ગઈ કાલે યોજાયેલા મતદાનમાં મત આપી રહેલા જવાનો. જનક પટેલ


અમદાવાદ  : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બૅલટ-મતદાન શરૂ થયું છે. ગઈ કાલે અમદાવાદ, પાટણ, ડાંગ, કચ્છ, મહિસાગર, તાપી, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં પોલીસ-કર્મચારીઓએ બૅલટ-પેપરથી ઉત્સાહભેર મતદાન કર્યું હતું. 
અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં ગઈ કાલે પોલીસ-જવાનો માટે મતદાનપ્રક્રિયા હાથ ધરાઈ હતી. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અને અધિકારીઓની દેખરેખ નીચે મતદાન યોજાયું હતું, જેમાં અમદાવાદની વિવિધ બેઠક પર પોલીસ-જવાનોએ તેમના પસંદગીના ઉમેદવારને મત આપ્યા હતા. અમદાવાદમાં મતદાન કરવા માટે પોલીસ-જવાનોની લાઇન લાગી હતી અને ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં મતદાન કરવા પોલીસ-જવાનો ઊમટ્યા હતા અને મતદાન કર્યું હતું.
ડાંગ જિલ્લાના આહવા ખાતે પોસ્ટલ-બૅલટ મતદાન યોજાયું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ સ્થિત પોલીસભવનમાં યોજાયેલા મતદાનમાં પોલીસ તેમ જ હોમગાર્ડના જવાનો ઉપરાંત દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોએ પણ મતદાન કર્યું હતું.

gujarat election 2022 gujarat elections ahmedabad