14 November, 2022 09:23 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ઈસુદાન ગઢવી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે એની જાહેરાત ગઈ કાલે કરાઈ હતી.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ખેડૂતો, બેરોજગારો, યુવાનો, મહિલાઓ, વેપારીઓ માટે વર્ષો સુધી અવાજ ઉઠાવનારા ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે. ભગવાન કૃષ્ણની પાવન ધરતીથી ગુજરાતને એક નવા અને સારા મુખ્ય પ્રધાન મળશે એવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.