કૂતરાને બચાવવા જતાં બાઇકની એસટી બસ સાથે ટક્કર, પિતા અને પુત્રનાં મોત

17 October, 2019 09:49 AM IST  |  ધંધુકા

કૂતરાને બચાવવા જતાં બાઇકની એસટી બસ સાથે ટક્કર, પિતા અને પુત્રનાં મોત

બાઇકની એસટી બસ સાથે ટક્કર,

ગુજરાતમાં થતા અકસ્માતોમાં એસટીના અકસ્માતનો ફાળો કંઈ જેવોતેવો નથી. બુધવારે એસટી બસે એક બાઇકને અડફેટે લેતાં બે જણનાં મોત થયાં છે. આ ઘટના પાલિતાણા-અમદાવાદ રોડ પર ઘટી હતી. બાઇકસવારનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. પોલીસે ઘટનાસ્થળે જોઈને સમગ્ર કેસમાં તપાસ હાથ ધરી છે. મરનાર પાસેથી મળેલા આઇડી કાર્ડ પરથી તેમનાં નામ અને વધુ જાણકારી મળી છે.

ભાવનગર જિલ્લામાં પાલિતાણા-અમદાવાદ રોડ એસટી બસની અડફેટે પિતા-પુત્રનાં મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ ગોઝારો અકસ્માત પાલિણા-અમદાવાદ રોડ પર ધંધુકા પાસે થયો હતો. ધંધુકા માર્ગ પાસે અચાનક રસ્તા વચ્ચે કૂતરું આવી ગયું હતું, જેને બચાવવા જતાં અકસ્માત થયો હતો. આ બાઇક કૃષ્ણનગર અમદાવાદથી સાવરકુંડલા જઈ રહેલી બસ સાથે અથડાઈ હતી અને બન્ને યુવકો બસની પાછળના ટાયરમાં કચડાયા હતા. ઘટના બાદ સ્થળ પરથી પસાર થનારા લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

આ પણ વાંચો : બે માથાં સાથે જન્મેલી બાળકીની સુરત સિવિલ હૉસ્પિટલમાં થઈ સફળ સર્જરી

બીજી તરફ મરનારમાં એક વ્યક્તિ હાર્દિકકુમાર પાનેલિયા હોવાનું ખૂલ્યું છે. જોકે મૃત્યુ પામનાર બન્ને પિતાપુત્ર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મરનારનાં નામ હાર્દિક પાનેલિયા અને રમણિકલાલ પાનેલિયા હતાં, જેમાં હાર્દિકની ઉંમર ૨૯ વર્ષ જ હતી. પોલીસે હાલ તો અકસ્માતે મોત નોંધીને તપાસ હાથ ધરી છે.

gujarat