અમદાવાદમાં કૉન્ગ્રેસ દ્વારા જેએનયુ પર હુમલાની વિરુદ્ધમાં પ્રદર્શન

09 January, 2020 09:22 AM IST  |  Gandhinagar

અમદાવાદમાં કૉન્ગ્રેસ દ્વારા જેએનયુ પર હુમલાની વિરુદ્ધમાં પ્રદર્શન

ગુજરાત યુનિવર્સિટીના અમદાવાદના કૅમ્પસમાં વિરોધ-પ્રદર્શન કરતા કૉન્ગ્રેસના કાર્યકરો. તસવીર : પી.ટી.આઇ.

રાજ્યભરમાં કૉન્ગ્રેસ દ્વારા વિરોધ-પ્રદર્શન કરીને કાર્યવાહીની માગ કરવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતનાં શહેરોમાં ધરણાં કરીને કૉન્ગ્રેસ વિરોધ-પ્રદર્શન કરી રહ્યું છે. સુરત ખાતે પરેશ ધાનાણી વિરોધ-પ્રદર્શનમાં જોડાયા છે. અમદાવાદમાં નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયાના કાર્યકરો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલડી પહોંચે એ પહેલાં જ એબીવીપીના વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો જેમાં એબીવીપીના કાર્યકરો લાકડીઓ, પાઇપો લઈ એનએસયુઆઇના કાર્યકરો પર તૂટી પડતાં ઘર્ષણ થયું હતું.

અમદાવાદમાં કૉન્ગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે વીર નર્મદના પૂતળા પાસે ધરણાંનો કાર્યકમ યોજવામાં આવ્યો હતો. ધરણામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રવક્તા જયરાજસિંહ પરમાર તેમ જ યુથ કૉન્ગ્રેસ અને એનએસયુઆઇના કાર્યકરો જોડાયા હતા. જે ઘટના બની એ હિંસા હતી સાથે-સાથે પોલીસે પણ એનએસયુઆઇનો સાથ આપ્યો હતો.

કૉન્ગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે હુમલો સરકારના સમર્થનથી રચાયેલું પૂર્વયોજિત કાવતરું હતું. દિલ્હીની પૅટર્નથી કાર્યકરોને મારવામાં આવ્યા. ઘટનાસ્થળે પોલીસ હાજર હતી તો આવાં હથિયારો ક્યાંથી આવ્યાં એની તપાસ થાય. રાજ્યભરમાં દેખાવો કરીશું.

આ પણ વાંચો : અમદાવાદમાં આયોજિત પતંગોત્સવમાં ભાગ લેવા ગયેલા મુંબઈગરાઓ

રાજકોટના ત્રિકોણબાગ ખાતે રાજકોટ શહેર કૉન્ગ્રેસના આગેવાન તેમ જ એનએસયુઆઇ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો સાથે જ એબીવીપી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

gujarat Paresh Dhanani Amit Chavda gandhinagar