એક્સાઇઝ વિભાગે દરોડા પાડી 3 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો, 12ની ધરપકડ

25 January, 2020 12:31 PM IST  |  Daman

એક્સાઇઝ વિભાગે દરોડા પાડી 3 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો, 12ની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં ગેરકાયદે દારૂની સપ્લાયમાં માસ્ટર માઇન્ડ અને બૂટલેગર રમેશ ઉર્ફે માઇકલનાં ત્રણ ગોડાઉન પર એક્સાઇઝ વિભાગની ટીમે રેઇડ કરી હતી. આ રેઇડમાં અંદાજે રૂપિયા ૩ કરોડનો દારૂ અને ૮ કાર, ૬ ટેમ્પો અને બે બાઇક જેની કિંમત રૂપિયા દોઢ કરોડ પોલીસે કબજે કર્યા હતા. આ રેઇડને લઈને સમગ્ર દમણ પંથકમાં ચકચાર મચી ગઈ છે. સાથે-સાથે આ રેઇડમાં પોલીસે માઇકલના પુત્ર સહિત ૧૨ જણની ધરકપડ કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : નીતિન પટેલે રાજકોટમાં ફ્લાવર-શોને ખુલ્લો મૂક્યો, 20 રૂપિયાની ટિકિટથી લોકોમાં રોષ

ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે દારૂ પહોંચાડવાનું નેટવર્ક ચલાવનારા રમેશ પટેલ ઉર્ફે માઇકલના નાની દમણસ્થિત ભીમપોરનાં ત્રણ ગોડાઉનમાં બુધવારે દમણ એક્સાઇઝના કમિશનર અને કલેક્ટર ડૉ. રાકેશ મિન્હાસ, ડે. કમિશનર ચાર્મી પારેખે તેમની ટીમ સાથે દરોડા પાડ્યા હતા. ભીમપોરસ્થિત દારૂનાં ત્રણ ગોડાઉનમાં એકસાથે જ રેઇડ કરાતાં અફરાતફરી મચી હતી. કોઈ પણ જાતના બિલિંગ કે એક્સાઇઝ ડ્યુટી ભર્યા વિનાનો આ દારૂનો જથ્થો મળી આવતાં એક્સાઇઝ વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરી હતી.

gujarat