08 October, 2025 06:54 PM IST | Una | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ઉના નજીકના દરિયા કિનારા પર ત્રણથી વધુ પુરુષો દ્વારા એક આધેડ વયની મહિલા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ પુરુષોએ મહિલાના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેની તબિયત લથડી હતી. મહિલાની હાલત હાલમાં નાજુક હોવાથી, તેને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવા માટે ટીમો બનાવી છે અને તપાસ શરૂ કરી છે. બળાત્કાર બાદ ગુનેગારો ફરાર થઈ ગયા. મહિલા ત્રણ દિવસ સુધી ગંભીર ઈજાઓ અને પીડા સાથે તેના ઘરે પડી રહી હતી. તેની તબિયત વધુ બગડતા, તેણે દ્વારકામાં માછીમારી કરતા એક યુવાનને જાણ કરી, જેની સાથે તે છેલ્લા સાત વર્ષથી સંબંધમાં હતી. પીડિતાનું ડાઈંગ ડિક્લેરેશન દરમિયાન, ઉના હૉસ્પિટલના ડોક્ટર દ્વારા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી. જેના પગલે, ઉનાના નાયબ મામલતદાર પીડિતાનું ડાઈંગ ડિક્લેરેશન લેવા પહોંચ્યા.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ ઘટના ત્રણ દિવસ પહેલા દરિયા કિનારાના એક ગામમાં બની હતી. એકલી રહેતી મહિલાની એકલતાનો લાભ લઈને, ત્રણથી વધુ પુરુષોએ તેને લલચાવીને તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
ગૅન્ગરેપના ગુનેગારો ફરાર
બળાત્કાર બાદ ગુનેગારો ફરાર થઈ ગયા. મહિલા ત્રણ દિવસ સુધી ગંભીર ઈજાઓ અને પીડા સાથે તેના ઘરે પડી રહી હતી. તેની તબિયત વધુ બગડતા, તેણે દ્વારકામાં માછીમારી કરતા એક યુવાનને જાણ કરી, જેની સાથે તે છેલ્લા સાત વર્ષથી સંબંધમાં હતી.
મરીન પોલીસનો કાફલો હૉસ્પિટલ દોડી ગયો
યુવકે તાત્કાલિક દોડી જઈને મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી. ફરજ પરના ડોક્ટરે પોલીસને આ અંગે જાણ કરી, અને પીઆઈ. મહેન્દ્રસિંહ રાણા અને મરીન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલમાં પહોંચી ગયો.
પીડિતાનું ડાઈંગ ડિક્લેરેશન દરમિયાન, ઉના હૉસ્પિટલના ડોક્ટર દ્વારા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી. જેના પગલે, ઉનાના નાયબ મામલતદાર પીડિતાનું ડાઈંગ ડિક્લેરેશન લેવા પહોંચ્યા. તેમણે પીડિતાનું ડાઈંગ ડિક્લેરેશન લીધું.
તાજેતરમાં, ગુજરાતના વડોદરામાં એક અત્યંત ચોંકાવનારી અને ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. એક 40 વર્ષીય મહિલાએ તેના સસરા અને ભાભીના પતિ પર વારંવાર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે મહિલાના પતિના શુક્રાણુઓની સંખ્યા (સ્પર્મ કાઉન્ટ) ઓછી છે જેથી તેને ગર્ભવતી બનાવવા માટે આ કરવામાં આવ્યું હતું. ગર્ભપાત પછી, મહિલાએ નવપુરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. પીડિતાએ તેના સસરા અને ભાભીના પતિ પર બળાત્કાર અને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. મહિલાએ તેના પતિ પર તેના ખાનગી ક્ષણોના ફોટા જાહેર કરવાની ધમકી આપીને તેને ચૂપ રહેવા માટે બ્લૅકમેલ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.