મૂક મહોબ્બત: ગૌભક્તના અવસાન પછી ગાય ફોટો પાસે બેસીને આંસુ સારે છે

05 May, 2019 08:27 AM IST  |  જૂનાગઢ | રશ્મિન શાહ

મૂક મહોબ્બત: ગૌભક્તના અવસાન પછી ગાય ફોટો પાસે બેસીને આંસુ સારે છે

ગૌભક્ત પ્રત્યે ગાય માતાનો પ્રેમ

જૂનાગઢના કેશોદના ગૌભક્ત ઉકાભાઈ ખીમજીભાઈ કોટડિયાનું અવસાન ૨૫ એપ્રિલે થયું હતું. ઉકાભાઈએ ગાયોની એવી તો સેવા કરી હતી કે આજે એવી પરિસ્થિતિ ભી થઈ છે કે ગાયો ઉકાભાઈને યાદ કરીને રીતસર રડે છે. બુધવારે ઉકાભાઈનું બેસણું રાખવામાં આવ્યું હતું જેમાં એક ગાય હાજર રહી હતી અને આવીને ઉકાભાઈને જાણે કે પગે લાગતી હોય એમ તેમના ફોટોગ્રાફ પાસે જઈને માથું ઝુકાવીને ભી રહી ગઈ હતી. મૂંગા જીવની લાગણી કેવી અમૂલ્ય હોય છે એની બીજી નિશાની એ કે ગાય ફોટો પાસેથી હટીને પછી બધા વચ્ચે જઈને એક બાજુએ બેસી ગઈ અને છેક બેસણું પૂરું થયું ત્યાં સુધી બેસી રહી. ગાયની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યાં હતાં અને એ નરી આંખે જોઈ શકાતાં હતાં. આ વાત બુધવારની પણ પછી ગુરુવારે પણ ગાય ફરીથી આવી અને ઘરના ફળિયામાં આવીને રડવા માંડી એટલે પરિવારે ઉકાભાઈનો ફોટો બહાર મૂક્યો તો ગાય ફરી તેમની પાસે બેસી ગઈ.

આ પણ વાંચો : અમદાવાદીઓ સાવધાન..!! જાહેરમાં ગીત ગાવા કે મિમિક્રી કરશો તો કાનૂની પગલાં

હવે આ નિત્યક્રમ બની ગયો હોય એમ ગાય દરરોજ આવે છે અને ઉકાભાઈના ફોટો પાસે બેસીને આંસુ સારે છે. ઉકાભાઈના ઘરના ગાયને ખાવાનું આપે છે તો પણ એ ખાતી નથી. બેસે છે, રડે છે અને કલાક પછી નીકળી જાય છે.

gujarat