24 June, 2025 09:16 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
કૉન્ગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ
ગુજરાતમાં યોજાયેલી વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં કૉન્ગ્રેસ બન્ને બેઠકો હારી જતાં ગઈ કાલે ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે. શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘ચૂંટણીનાં પરિણામો અમારા માટે ખરાબ આવ્યાં છે. મૉરલ રિસ્પૉન્સિબિલિટી સ્વીકારીને ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના અધ્યક્ષ પદેથી રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું મોકલી આપ્યું છે. નવા અધ્યક્ષ નિમાય નહીં ત્યાં સુધી શૈલેશ પરમાર કામગીરી જોશે.’