રાજકોટમા પોલીસે ઘોડાને થપ્પડ મારતા ક્ષત્રિય સમાજ અને કરણી સેના મેદાનમાં

02 July, 2020 01:07 PM IST  |  Rajkot | Agencies

રાજકોટમા પોલીસે ઘોડાને થપ્પડ મારતા ક્ષત્રિય સમાજ અને કરણી સેના મેદાનમાં

પ્રતીકાત્મક તસવીર

રાજકોટમાં કૉન્ગ્રેસની ઘોડા રૅલી નીકળતા પોલીસે કૉન્ગ્રેસ નેતાને ફટકારવાની સાથે ઘોડાને પણ લાફા ઝીંકતા પોલીસના ‘બીજેપી પ્રેમ’નો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો, ત્યારે પોલીસ દ્વારા ઘોડાને થપ્પડ મારવાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. ઘોડાને થપ્પડ મારતા કરણી સેના અને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે. જેના કારણે રાજકોટમાં આજે કરણી સેનાનો વિરોધ જોવા મળી રહ્યો છે. કરણી સેના અને ક્ષત્રિય સમાજ આજે રાજકોટના જિલ્લા પંચાયત ચોકમાં ભેગા થયા હતા અને સરકાર વિરોધી નારા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હાલ ત્યાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં કૉન્ગ્રેસની ઘોડા રૅલી નીકળતા પોલીસે કૉન્ગ્રેસ નેતાને ફટકારવાની સાથે ઘોડાને પણ લાફો ઝીંક્યો હતો.

જેથી આજરોજ રાજકોટના જિલ્લા પંચાયત ચોકમાં કરણી સેનાના લોકો ભેગા થયા હતા અને તેઓ સરકાર વિરોધી નારા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઘોડા રૅલી દરમ્યાન કૉન્ગ્રેસ નેતાઓને પોલીસે ફટકાર્યા અને તેમને રોક્યા એ તો બરાબર છે, પરંતુ પોલીસ દ્વારા ઘોડાને લાફો મારવાની ઘટના કેટલી વાજબી છે. પોલીસ દ્વારા પ્રાણી પર હાથ કેવી રીતે ઉપાડવામાં આવ્યો? આ ઘટનાથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. હાલ રાજકોટ જિલ્લા પંચાયત ચોકમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

gujarat rajkot Gujarat Congress