ગુજરાત: ભરુચની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ સાથે લાગી આગ, 24 ઘાયલ

23 February, 2021 02:04 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ગુજરાત: ભરુચની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ સાથે લાગી આગ, 24 ઘાયલ

ગુજરાત: ભરુચની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ સાથે લાગી આગ, 24 ઘાયલ

ગુજરાતના ભરૂચ જિલ્લામાં મંગળવારે એક મોટો અકસ્માત થયો. જિલ્લાના ઝગડિયા સ્થિત કેમિકલ કંપની યૂપીએલ-5 પ્લાન્ટમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ. બ્લાસ્ટ અને આગની ઝપટમાં આવવાથી ઓછામાં ઓછા 24 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના અડધી રાતે બે વાગ્યે થઈ.

ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ પહોંચી ને આગ પર કાબૂ મેળવ્યો. આ અકસ્માત કંપનીના સીએમ નામના પ્લાન્ટમાં થઈ. બ્લાસ્ટ એટલો જોરથી થયો કે તેનો અવાજ 15 કિલોમીટર સુધી સંભળાયો હતો. તો બ્લાસ્ટને કારણે આસપાસના ગામમાં રહેતા લોકોને ભૂકંપ જેવો આભાસ થયો. આ કારણે કેટલાક લોકો ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા.

યૂપીએલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાને કારણે 24 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થઈ ગયા છે. તેમને ભરૂચ અને વડોદરાની હૉસ્પિટસમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ઘટનાના કારણનો તાગ મેળવી શકાયો નથી. ફાયર બ્રિગેડ કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આગ લાગવાને કારણે આસપાસનું વાતાવરણ પણ ધુમાડાગ્રસ્ત થઈ ગયું છે.

અમુક રિપૉર્ટ્સ પ્રમાણે યૂપીએલ કંપનીમાં થયેલા બ્લાસ્ટને કારણે આસપાસમાં આવેલા ગામ દઢેડા, ફુલવાડી અને કરલસાડીના ઘરની બારીના કાચ પણ તૂટી ગયા. બ્લાસ્ટ બાદ ફાયર બ્રિગેડની એક મોટી ટીમ ઘટના સ્થળે પહોંચી. ટીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો. આ સિવાય સ્વાસ્થ્ય અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

જણાવવાનું કે આ પહેલા ગયા વર્ષે જૂનમાં ભરૂચમાં જ સ્થિત એક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ સ્ટોરેજ ટેન્કમાં થયો હતો. પટેલ સમૂહની આ કંપનીમાં બ્લાસ્ટને કારણે 10ના નિધન થયા હતા. ઘટના સ્થળે છ જણના મૃતદેહ મળ્યા જ્યારે ચાર લોકોએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો.

gujarat bharuch