ઈશરત જહાં કેસમાં ડી. જી. વણઝારા અને એન. કે. અમીનને મોટી રાહત

02 May, 2019 12:43 PM IST  |  અમદાવાદ

ઈશરત જહાં કેસમાં ડી. જી. વણઝારા અને એન. કે. અમીનને મોટી રાહત

ડી.જી. વણઝારાને મળી મોટી રાહત

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલે થયેલી અરજીમાં આજે CBI કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં નિવૃત પોલીસ અધિકારી ડી. જી. વણઝારા અને એન. કે. અમીનને CBI કોર્ટે મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા બંનેને કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલે એન. કે. અમીન અને ડી. જી. વણઝારા પર કેસ ચલાવવા માટે CBI કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અને આ બંને અધિકારીઓ પર કેસ ચલાવવામાં આવે કે નહીં તેની મંજૂરી માંગવામાં આવી હતી. જો કે સરકારે તેની મંજૂરી નહોતી આપી.

આ પણ વાંચોઃ ઇશરત કેસની ગુમ ફાઇલોને શોધવા પોલીસને કામે લગાડાઈ

2004થી ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ ચાલુ હતો. એ સમયે ગુજરાત પોલીસને ઉચ્ચ અધિકારીઓ ડી. જી. વણઝારા અને એન. કે. અમીન પર કેસ ચલાવવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી આ કેસ ચાલ્યો હતો. જે બાદ આજે તેમને આ કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

ahmedabad gujarat