18 ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, પૂર્ણ બજેટ નહીં થાય રજૂ

23 January, 2019 04:57 PM IST  |  | Dirgha media news agency

18 ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, પૂર્ણ બજેટ નહીં થાય રજૂ

18 ફેબ્રુઆરીએ મળશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર

ફેબ્રુઆરી મહિનો નજીક આવતા જ દેશભરમાં બજેટની ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે ગુજરાતના બજેટની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 18મી ફેબ્રુઆરીથી શરૂ થશે. જેમાં લેખાનુદાન બજેટ રજૂ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે.

આ પણ વાંચોઃ દ્વારકાઃભારતીય માછીમારોની બોટ પર પાક. મરીને કર્યું ફાયરિંગ

શું છે લેખાનુદાન બજેટ

લોકસભા ચૂંટણી પહેલા આચારસંહિતાને ધ્યાનમાં રાખીને સરકાર આખા વર્ષનું બજેટ નહીં રજૂ કરશે. ફેબ્રુઆરીમાં મળનારા બજેટ સત્રમાં માત્ર સરકારના ચાર મહિનો ખર્ચ મંજૂર કરવામાં આવશે. આ પ્રકારે રજૂ કરવામાં આવતા બજેટને લેખાનુદાન બજેટ કહે છે. બાકીના આઠ મહિના માટે જુલાઈ 2019માં સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. એપ્રિલ અથવા તો મે મહિનામાં લોકસભાની ચૂંટણી થવાની હોવાથી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જેમ જ સંપૂર્ણ બજેટ નહીં રજૂ કરે.

gujarat