એક્શનમાં AMC: બોડકદેવમાં આવેલા કાફેને ફટકાર્યો 25 હજારનો દંડ

15 June, 2019 06:39 PM IST  |  અમદાવાદ

એક્શનમાં AMC: બોડકદેવમાં આવેલા કાફેને ફટકાર્યો 25 હજારનો દંડ

એક્શનમાં AMC: બોડકદેવમાં આવેલા કાફેને ફટકાર્યો 25 હજારનો દંડ

આદત બદલો, અમદાવાદ બદલશે..આ સૂત્રને લઈને ચાલી રહેલી અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદીઓની આદત બદલવા માટે કટિબદ્ધ છે. અને એટલા માટે જ ખાસ જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ પણ છે. જે કાયદાનું પાલન કરાવી રહી છે.


જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમે શનિવારે શહેરના બોડકદેવ વિસ્તારમાં તપાસ હાથ ધરી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. બોડકદેવમાં આવેલા શિવા'સ કોફી બારમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાતા તેને 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.


અમદાવાદ મહાનગરપાલિકા શહેરની કાયાપલટ કરવાના તમામ પ્રયાસો કરી છે. ટ્રાફિક ડ્રાઈવથી માંડીને સાબરમતીના શુદ્ધિકરણ સુધી તમામ કામ કરવામાં આવી રહ્યા છે અને તેમાં તેમને સ્થાનિકોનો પણ સહયોગ મળી રહ્યો છે.

ahmedabad gujarat