ગુજરાતમાં એઆઇએમઆઇએમે નગરપાલિકાની ચૂંટણીમાં ૧૭ બેઠક જીતી

03 March, 2021 10:33 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં એઆઇએમઆઇએમે નગરપાલિકાની ચૂંટણીમાં ૧૭ બેઠક જીતી

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી (એઆઇએમઆઇએમ)એ નગરપાલિકાઓની ચૂંટણીમાં ૧૭ બેઠક જીતી છે.પહેલીવાર ગુજરાતમાં ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીએ મોડાસા નગરપાલિકામાં ૯ બેઠકો જીતી છે. ગોધરા નગરપાલિકામાં ૭ બેઠક જીતી છે અને ભરૂચ નગરપાલિકામાં ૧ બેઠક જીતી છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ફરી એક વાર જીત મળતાં પાર્ટીના કાર્યકરોમાં ખુશી છવાઈ ગઈ હતી.ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ૭ બેઠક પર જીત મેળવીને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીએ ગુજરાતમાં વિજય સાથે નવો રાજકીય અધ્યાય શરૂ કર્યો હતો.

gujarat