સીપ્લેન પ્રોજેક્ટ ક્યારેય સાકાર થશે ખરા?

10 June, 2019 02:31 PM IST  |  અમદાવાદ

સીપ્લેન પ્રોજેક્ટ ક્યારેય સાકાર થશે ખરા?

સીપ્લેન પ્રોજેક્ટ ક્યારેય સાકાર થશે ખરા?

દોઢ વર્ષ પહેલા અમદાવાદમાં વડાપ્રધાન મોદીએ સી પ્લેનમાં ઉતરાણ કર્યું હતું અને લોકોને અચંબામાં પાડી દીધા હતા. સાબરમતીમાં આ સીપ્લેન લેન્ડ થયું હતું. અને ગુજરાતમાં સીપ્લેન ટુરિઝમ શરૂ થવાની આશાઓ જાગી હતી. જો કે હવે આ પ્રોજેક્ટમાં વધુ એક વિઘ્ન આવ્યું છે. પડકાર એ છે કે આ સિઝનમાં પાણીના સ્તરને જાળવી રાખવું.

સીપ્લેન પાણીમાં લેન્ડ કરી શકે તે માટે પાણીનું સ્તર ચોક્કસ હોવું જરૂરી છે. સીપ્લેન પ્રોજેક્ટ માટે ખાસ બિઝનેસ મોડેલ પણ બનાવવામાં નથી આવ્યું.  હજી તો એ પણ નક્કી નથી થયું કે આ પ્રોજેક્ટ સરકાર અને એરપોર્ટ ઑથોરિટી સાથે મળીને હેન્ડલ કરશે કે એરપોર્ટ ઑથોરિટી જ કરશે. અથવા તો આ પ્રોજેક્ટ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન અને રોકાણકારોનો પણ હોય શકે છે. આ મામલે ગુજરાત સરકાર પાસે ઉડ્ડયન મંત્રાલયે મત માંગ્યો છે.

ગુજરાતમાં સી પ્લેન પ્રોજેક્ટ માટે ચાર જગ્યાઓ પસંદ કરવામાં આવી છે. જેમાં અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ, મહેસાણાનો ધરોઈ ડેમ, ભાવનગરનો શેત્રુંજ્ય ડેમ અને સરદાર સરોવર ડેમનો સમાવેશ થાય છે. જો કે આ તમામ સ્થળો માટે પાણીનું સ્તર જાળવી રાખવું એ સૌથી મોટી ચિંતા છે. હાલ એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા તમામ પાસાઓનો અભ્યાસ કરી શક્યતાઓ પર વિચારણા કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ ઊંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી, APMCમાં થયું સત્તા પરિવર્તન

વડાપ્રધાન મોદીએ જ્યારે ડીસેમ્બર 2017માં સાબરમતીમાં સી પ્લેનથી ઉતરાણ કર્યું ત્યારે પાણીનું સ્તર 127-128 ફીટ હતું. અને મોટા ભાગે આ સ્તર જળવાઈ રહ્યું છે.

ahmedabad narendra modi gujarat