મોઢેરા સૂર્યમંદિરમાં આજથી બે દિવસનો મહોત્સવ, CM રૂપાણી શુભારંભ કરાવશે

21 January, 2020 09:57 AM IST  |  Ahmedabad

મોઢેરા સૂર્યમંદિરમાં આજથી બે દિવસનો મહોત્સવ, CM રૂપાણી શુભારંભ કરાવશે

મોઢેરા સૂર્યમંદિર

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી ૨૧ જાન્યુઆરીના દિવસે મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થ સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો સાંજે 6:30 વાગ્યે શુભારંભ કરાવશે. રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમ જ સંગીત નાટક અકાદમી દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી તા.૨૧ અને ૨૨ જાન્યુઆરી દરમિયાન આ ઉત્તરાર્ધ ઉત્સવ યોજાઈ રહ્યો છે. પ્રાચીન સંસ્કૃતિમાં સૂર્યદેવતાની પૂજાઅર્ચના માટે જ સ્વતંત્ર મંદિરોનું નિર્માણ થતું હતું.

આ પણ વાંચો : અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલ બની ગયું કૉલ સેન્ટર

એમાં ગુજરાતમાં સોલંકી રાજવી યુગમાં ઈ. સ.૧૦૨૬માં મોઢેરામાં આ સૂર્યમંદિર રેતિયા પથ્થર પર નિર્માણ પામેલું છે. ત્રણ ભાગમાં નિર્મિત આ મંદિરમાં સૂર્યકુંડ, સભામંડપ અને નૃત્યમંડપમાં રામાયણ-મહાભારતનાં કથાનક શિલ્પો તેમ જ કૃષ્ણલીલા અને સુંદર સ્ત્રીશિલ્પો કંડારવામાં આવેલાં છે. ભારતમાં કોણાર્ક, મંદસૌર, લાટપુર અને કાશ્મીરમાં માર્તંડ સૂર્યમંદિરો સાથે ગુજરાતના આ મોઢેરા સૂર્યમંદિરનું પણ સૂર્યોપાસના માટે અદકેરું મહત્વ છે.

ahmedabad gujarat Vijay Rupani